________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
“ભગવતી, તમે ઉચિત કર્યું છે.'
અમે કુલપતિના આવાસમાંથી બહાર નીકળ્યાં. ચોક આશ્રમવાસીઓથી ભરાઈ ગયો હતો. સહુ અમારી પાછળ ચાલ્યા. સહુ મૌન હતા, ઉદાસ હતા.. આશ્રમના મુખ્ય દ્વારે પહોંચ્યા પછી મેં સહુને પાછા ફરવા, બે હાથ જોડી, વિનંતી કરી. ‘અમે સમુદ્રકિનારા સુધી આવીશું.’ મુખ્ય તાપસકુમારે વિનયથી મને કહ્યું.
અમે સમુદ્રકિનારા તરફ ચાલ્યા. દૂરથી સમુદ્ર દેખાવા લાગ્યો. જે સમુદ્રમાં ત્રણ દિવસ ને ત્રણ રાત... એક માત્ર પાટિયાના સહારે વિતાવ્યાં હતાં... જીવન-મૃત્યુનો ખેલ ખેલ્યો હતો. એ સમુદ્રને જોઈ, મને રોમાંચ થઈ આવ્યો. વિલાસવતીની પણ એવી જ દશા હતી, પણ અમે મૌન હતા. તપસ્વિની ભગવતી અમારી સાથે ચાલી રહ્યા હતા.
અમે કિનારા પર પહોંચ્યા.
અમે ઊભાં રહ્યાં. સહુ આશ્રમવાસીઓને આંસુભીની વિદાય આપી. અમને આશીર્વાદ આપી, તેઓ પાછા ફર્યા. તપસ્વિનીએ બે તાપસકન્યાઓને અને બે તાપસકુમારોને ત્યાં રાખ્યાં. તેમણે સમુદ્રમાં દૂર દૂર દૃષ્ટિ દોડાવી. ક્ષિતિજ ઉપર એક વહાણને જોયું. તેમણે તાપસકુમાર પાસેથી લાકડી લઈ, તેના એક છેડા પર ભગવા રંગનું વસ્ત્ર બાંધી, તાપસકુમારને કહ્યું : “આ લાકડી, પેલા નજીકના વૃક્ષ પર બાંધી દે.’ તેઓએ મને કહ્યું : “આ ધજા જોઈને કોઈ વહાણ અહીં આ કિનારે આવશે.'
બે તાપસકન્યાઓને પાણી અને ફળો લઈ આવવા મોકલી. “આપણને અહીં સાંજ સુધી તો રાહ જોવી જ પડશે. માટે, મધ્યાહુનનું ભોજન અહીં કરીશું. ફળો, પાણી વગેરે આવે તે પહેલાં, કુમાર, આ મારી પુત્રી મને કઈ જગ્યાએથી મળી, તે જગ્યા તમને બતાવું.” “અવશ્ય... અવશ્ય... મારે એ જગ્યા જોવી છે.”
અમે તપસ્વીની સાથે એ જગ્યાએ પહોંચ્યા. તેમણે જગ્યા બતાવીને કહ્યું : “અહીં, એક પાટિયાને વળગીને, એ તરી રહી હતી. મૂચ્છિત હતી. એને મેં બહાર ખેંચી લીધી હતી.' વિલાસવતી એ જગ્યા જોઈને, રોમાંચિત થઈ ગઈ. તેણે મને કહ્યું : “સ્વામિનાથ, આપ પણ આ જ કિનારે તણાઈ આવ્યા હતા ને? એ જગ્યા બતાવો ને.' મેં મારી જગ્યા દેખાડી. સહુ આનંદિત થયા.
તાપસકન્યાઓ, ધજાવાળા વૃક્ષની નીચે ફળો વગેરે લઈને પહોંચી ગઈ હતી. અમે સહુ ત્યાં પહોંચ્યાં અને મધ્યાહ્નનું ભોજન લીધું.
એક
જ
૭૪
ભાગ-૨ છે ભવ પાંચમો
For Private And Personal Use Only