________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ના, એવું ના માની શકે. આત્મહત્યા કરનારનો મૃતદેહ મળી આવે... તો માની શકાય, અન્યથા નહીં.'
તો પછી આપના વિષયમાં...?
મારો વધ કરવાનું કામ ‘વિનંયધર' નામના રાજપુરુષને સોંપાયેલું... એણે મહારાજાને કહી શૈધું હશે - “મૃતદેહને ઠેકાણે પાડી દીધો છે.” બસ, પછી મૃતદેહની કોઈ તપાસ ના કરે.”
સાચી વાત છે આપની, મને સમજાઈ ગયું... તો પછી મારા પિતાએ મારી તપાસ તો કરાવી જ હશે.”
અવશ્ય કરાવી હશે. છેવટે માથાં પછાડીને રહી ગયાં હશે!' પરંતુ અનંગસુંદરીનું શું થયું હશે?' આપણે તપાસ કરાવીશું. અને શ્વેતામ્બી પહોંચ્યા પછી શ્વેતાંબી બોલાવી લઈશું.' ‘પણ એ પહેલાં, એનાં લગ્ન થઈ ગયાં હશે તો?'
એ લગ્ન નહીં કરે. કરશે તો વસુભૂતિ સાથે જ કરશે, ખરી વાત ને? તારી એ સખી, તને બધી જ વાતો કરતી હતી ને?'
હું એને મારા હૃદયની વાતો કરતી, એ એની વાતો મને કરતી.. જો એ વસુભૂતિ સાથે લગ્ન કરે તો બહુ સારું.”
આવી બધી વાતોમાં અડધી રાત વીતી ગઈ હતી. પછી અમે નિદ્રાધીન બન્યાં હતાં. સવારે વહેલા ઊઠીને, સ્નાનાદિથી પરવારીને, અમે આશ્રમમાં ગયા. કુટિરમાં પ્રવેશ કર્યો. તપસ્વિની ભગવતી પૂજાપાઠમાં લીન હતાં. પદ્માસનસ્થ બેઠાં હતાં. અમે ચૂપચાપ એમની પાછળ બેસી ગયાં. એકાદ ઘટિકામાં પૂજા પૂર્ણ થઈ. તેઓ ઊભાં થયાં. અમે પણ ઊભાં થયાં. તેમના એક હાથમાં રુદ્રાક્ષની માળા હતી. બીજા હાથે તેમણે વિલાસવતીનો હાથ પકડ્યો અને મને કહ્યું : “ચાલો, ભગવાન કુલપતિ આપણી પ્રતિક્ષા કરતા હશે.”
અમે કુલપતિના આવાસમાં પહોંચ્યા. એમના મંત્રણાગૃહમાં તેઓ બેઠા હતા. અમે પ્રવેશ કર્યો. એમના ચરણોમાં પ્રણામ કર્યા. તેઓ આસન પરથી ઊભા થઈ, અમને ભેટી પડ્યા. મારા મસ્તકે હાથ ફેરવ્યો. પછી સંપૂર્ણ શરીર પર હાથ ફેરવી મારી, દેહરક્ષા કરી. મારા મસ્તકે ભભૂતિથી તિલક કર્યું. વિલાસવતીના મસ્તકે પણ તિલક કર્યું.
'કુમાર, તમારી યાત્રા નિર્વિઘ્ન હો. સત્વ, વૈર્ય અને પરાક્રમ દ્વારા તું ઉત્તરોત્તર ઉન્નતિ સાધીશ.” બે હાથ ઊંચા કરી, તેઓએ અમને વિદાય આપી. તપસ્વિનીને કહ્યું : “સમુદ્રકિનારે જ્યાં સુધી આમને વહાણ ના મળે ત્યાં સુધી તાપસકુમારો કુમાર પાસે રહે, અને તાપસ કન્યાઓ વિલાસવતીની પાસે...
ભગવંત, હું રહીશ. એમને વહાણમાં બેસાડીને, પછી પાછી આવીશ. આહારપાણીની વ્યવસ્થા મેં કરી દીધી છે...” શ્રી સમરાદિત્ય મહાકથા
For Private And Personal Use Only