________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હતી. તપસ્વિનીએ એના માથે હાથ મૂક્યો... કે વિલાસવતી એમના ખોળામાં ઢળી પડી.... તેઓએ કહ્યું :
બેટી, હું કહું એ ધ્યાનથી સાંભળ.' વિલાસવતી તેમની સામે વિનયપૂર્વક બેસી ગઈ. “દરેક મનુષ્યના જીવનમાં સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખ આવ્યો કરે છે. સુખદુ:ખનું ચક્ર અનવરત ફર્યા કરે છે. બેટી, તારા જીવનમાં, કે જ્યારે હજુ તું નાની છે. કેવાં સુખદુઃખ આવ્યાં? એક રાજકુમારી... લૂંટાય.. વેચાય.... સમુદ્રમાં તણાય.. અને ફળાહાર કરીને જીવે. પર્ણોની પથારી પર સૂવે.... આ બધી કર્મોની વિચિત્રતા છે. કર્મોની વિચિત્રતા ભવિષ્યમાં પણ ક્યારેક કષ્ટો લાવે, આપત્તિઓ લાવે.. ત્યારે તું હિંમત ના હારીશ. તારી રક્ષા કરવા માટે રાજકુમાર સમર્થ છે, શક્તિશાળી છે... છતાં કર્મોની દુષ્ટતા ક્યારેક રક્ષકોના ઘેરામાંથી પણ ઉઠાવી જાય. એ સમયે તારે ગભરાવવાનું નહીં. હું તને એક સિદ્ધ મંત્ર આપું છું. એ મંત્રનું સ્મરણ કરતી રહેજે. તારા શીલને જરાય આંચ નહીં આવે. તારા પ્રાણોની રક્ષા થશે.”
તપસ્વિનીએ વિલાસવતીના આજ્ઞાચક્ર પર અંગૂઠો દાબ્યો. એના કાનમાં મંત્ર સંભળાવ્યો, અને માથા પર બે હાથ મૂકી, આશીર્વાદ આપ્યા. ત્યાર પછી મને કહ્યું : ‘કુમાર, સમુદ્રયાત્રા છે. તમને બંનેને સમુદ્રયાત્રાનો કડવો અનુભવ છે, માટે ખૂબ સાવધાન રહેજો. હવે તમે એકલા નથી, સાથે વિલાસવતી છે. રૂપ-લાવણ્યવતી નારી છે. માટે કોઈનાય ઉપર અતિ વિશ્વાસ ના કરશો.'
૦ ૦ ૦ અમે રાત્રિ “સુંદરવનમાં વ્યતીત કરી,
સુંદરવનમાં આ અમારી છેલ્લી રાત હતી. શુક્લપક્ષની રાત હતી, અડધી રાત સુધી તો અમે ભૂતકાળ-ભવિષ્યકાળની વાતો જ કરતાં રહ્યાં. મેં અચાનક વિલાસવતીને પૂછી લીધું : “વિલાસ, તું રાત્રે રાજમહેલમાંથી નીકળી ગઈ હતી, પછી પ્રભાતે તારી પેલી આત્મીય સખી અનંગસુંદરીનું શું થયું હશે?'
“ઓહો.... અનંગસુંદરી ! મારી અતિ પ્રિય સખી! અરે, હું કેવી સ્વાર્થી છું... અહીં સુધી આવ્યા પછી.. એને તો હું ભૂલી જ ગઈ હતી... આજે આપે યાદ કરાવી એને. બિચારી... મને જોઈ નહીં હોય. એટલે એણે તો હૈયાફાટ રુદન કર્યું હશે. ભૂમિ પર માથાં પછાડ્યાં હશે... અરેરે... મેં એને કોઈ જ વાત કરી ન હતી. અને વાત કરી હતી. તો મરવાની વાત કરી હતી. “જે પ્રેત વનમાં મારા પ્રીતમનો વધ થયો છે, એ પ્રેતવનમાં જઈને, હું આત્મહત્યા કરીશ...' એવું હું એની આગળ એક વાર બોલી ગઈ હતી. એણે પાછળથી આ વાત કદાચ એની માતાને કરી હશે... એની માતાએ મારા પિતાજીને વાત કરી હશે? એટલે, એ લોકોએ તો માની લીધું હશે – "વિલાસવતીએ આત્મહત્યા કરી લીધી...”
ભાગ-૨ # ભવ પાંચમો
For Private And Personal Use Only