________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૧૧૨H]
સંધ્યાસમયે એક હોડી કિનારે આવી. હોડીમાં બે નાવિક હતા. અમે હોડી પાસે ગયા. નાવિકે મને કહ્યું : “આ ધજા જોઈને, કે જે વહાણ ભાંગી ગયાની નિશાની છે, અમારા સાર્થવાહ સાનુદેવે, તમને સહાય કરવા અમને મોકલ્યા છે. તેઓ મહાકટાહ નગરના નિવાસી છે અને મલયદેશ તરફ જઈ રહ્યા છે. દૂર મધ્ય સમુદ્રમાં તેઓનું વહાણ ઊભું છે. “શું તમે અમને એ વહાણ પર લઈ જવા આવ્યા છો?' મેં પૂછ્યું. હા, તમને લેવા માટે જ અમે આવ્યા છીએ.”
અમે બંનેએ તપસ્વિની ભગવતીની અનુજ્ઞા લીધી. તેઓએ આશીર્વાદ આપ્યા. તાપસકુમારો તાપસકન્યાઓને પણ અમે પ્રણામ કરી, એમની કુશળતા ચાહી.
અમે હોડીમાં બેસી ગયાં. હોડી વહેવા લાગી. કિનારાથી દૂર દૂર અમે જવા લાગ્યાં. જ્યાં સુધી એકબીજાનાં ચહેરા દેખાયા કર્યા ત્યાં સુધી તપસ્વિની વગેરે કિનારે ઊભાં રહ્યાં... પછી તેઓ આશ્રમ તરફ ચાલી ગયાં.
અમારી હોડી ઝડપથી મોટા વહાણ પાસે પહોંચી. ઉપરથી દોરડાની સીડી નાખવામાં આવી. પહેલાં વિલાસવતી ચઢી ગઈ, પછી હું ચડ્યો અને ત્યાર બાદ હોડીને વહાણ સાથે બાંધીને, બે નાવિકો ઉપર આવી ગયા. સાર્થવાહ સાનુદેવે અમારું સ્વાગત કર્યું. મેં એમનો આભાર માન્યો. સાનુદેવ મારી પાસે ઊભેલી, વિલાસવતી તરફ વારંવાર જોતો હતો. વિલાસવતી વહાણની રચના જોવામાં લીન હતી.
સાનુદેવે અમને એક નાનો ખંડ, કે જે લાકડાનો બનેલો હતો, તે રહેવા આપ્યો. મેં સાનુદેવને કહ્યું કે “અમે મલયદેશ સુધી તમારી સાથે આવીશું. ત્યાંથી પછી શ્વેતામ્બી તરફ જતાં, કોઈ વહાણમાં ચાલ્યા જઈશું.”
તેણે કહેલું : “આપણને મલયદેશ પહોંચતાં લગભગ બે મહિના લાગશે. અમે પહેલી રાત વહાણમાં લગભગ જાગતાં જ પસાર કરી. સાનુદેવ મારી ઉંમરનો યુવાન હતો. તેની પત્ની અને તેનાં માતા-પિતા પણ વહાણમાં જ હતાં, એટલે મારી ચિંતા ઘટી ગઈ હતી. છતાં મને સાનુદેવની દૃષ્ટિ નિર્મળ લાગી નહીં. પરંતુ મેં એની ચિંતા ના કરી. વિલાસવતીની સાથે ને સાથે જ હતો હું!
ત્રણે સમય સાનુદેવની સાથે જ અમે ભોજન કરતાં હતાં. સાનુદેવની પત્ની સુનંદા સાથે વિલાસવતીને મૈત્રી બંધાઈ ગઈ હતી, એટલે એ બંને લગભગ સાથે જ
શ્રી સમરાદિત્ય મહાકથા
994
For Private And Personal Use Only