________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રહેતાં હતાં, સાનુદેવની માતાને પણ વિલાસવતી ઉપર સ્નેહ થઈ ગયો હતો. પરંતુ મેં ક્યારેક ક્યારેક સાનુદેવને, વિલાસવતી તરફ અનિમેષ નયને જોતો પકડ્યો હતો. અવસર મળતાં, તે વિલાસવતી સાથે હસીને વાત પણ કરી લેતો... છતાં એણે ક્યારેય દુર્વ્યવહાર કર્યો ન હતો.
ચાર-પાંચ દિવસ ગયા પછી, સાનુદેવે મારી સાથે બોલવાનું ઓછું કર્યું. તે સમુદ્ર તરફ જોતો મૌન બેસી રહેતો. હું એની પાસે જ બેસતો. પણ અમારી વચ્ચે કોઈ વાર્તાલાપ થતો ન હતો. એના ચિત્તમાં કોઈ ગડમથલ ચાલતી હતી, એમ મને લાગતું હતું. પણ મારા પૂછવાનું કોઈ પ્રયોજન ન હતું. ક્યારેક-ક્યારેક આવશ્યક વાત કરી લેતા અમે. “મોટો વેપારી છે, એટલે એને ઘણા વિચારો કરવાના હોય!” એમ હું મનનું સમાધાન કરી લેતો.
એકંદરે અમારો યાત્રાપ્રવાસ નિર્વિજ્ઞ અને આનંદપૂર્ણ હતો. સમુદ્ર પણ શાંત હતો. પવન અનુકૂળ હતો. વહાણની ગતિ સારી હતી. વહાણમાં બધા માણસો પરસ્પર મૈત્રીભાવથી વર્તતા હતા...
એક રાત્રિની વાત છે.
રાત્રિના પ્રહરમાં હું અને વિલાસવતી વાર્તા કરતાં રહ્યાં. બીજા પ્રહરમાં અમે નિદ્રાધીન થયાં. ચોથો પ્રહર શરૂ થવાનો હતો અને હું લઘુશંકા દૂર કરવા ઊડ્યો. વહાણના તૂતક પર ગયો. એ વખતે સાર્થવાહ સાનુદેવ પણ તૂતક પર આવ્યો. હું લઘુશંકા દૂર કરી, તૂતક પર ઊભો ઊભો સમુદ્રના ઊછળતાં તરંગો જોઈ રહ્યો હતો. સાનુદેવ મારી પાછળ આવીને ઊભો... અને મને જોરથી ધક્કો માર્યો, હું સમુદ્રમાં પછડાયો...
અચાનક સમુદ્રમાં પડવાથી.. એક વાર તો હું પાણીમાં ડૂબવા લાગ્યો, પરંતુ તુરત જ મેં તરવા માંડ્યું. વહાણ આગળ નીકળી ગયું... હું પાછળ રહી ગયો...
વિરાટ સાગર અને રાત્રિનો સમય મને મારી ચિંતા કરતાં વધારે ચિંતા વિલાસવતીની થવા લાગી... મારા પ્રાણ બચાવવા હું સમુદ્રમાં લાકડું શોધવા લાગ્યો. મારું ભાગ્ય જોર કરતું હશે... મને એક મોટું લાકડું મળી ગયું. મેં પકડી લીધું અને જેમ ઘોડા પર સવારી કરાય, એ રીતે લાકડા પર મેં સવારી કરી લીધી. લાકડું ડૂબે એમ ન હતું. મારી એક ચિંતા દૂર થઈ... પરંતુ વિલાસવતીની ચિંતાથી હું વ્યાકુળ બન્યો. “શા માટે સાનુદેવે મને સમુદ્રમાં ધક્કો માર્યો હશે? મારી પાસે સંપત્તિ ન હતી. ધન-દોલત ન હતી... બસ, એક જ કારણ હતું - વિલાસવતીનું. વિલાસવતીને પોતાની સ્ત્રી બનાવવાની ઇચ્છાથી એણે મને વિલાસવતીથી દૂર કર્યો છે. પરંતુ એ સાનુદેવ વિલાસવતીને ક્યાં ઓળખતો હતો? એ મરવાનું પસંદ કરશે, પરંતુ એ સાનુદેવને મચક નહીં જ આપે. સાનુદેવ એને મનાવવા ઘણા ઉપાયો કરશે.. લાલચ આપશે..
ભાગ-૨ # ભવ પાંચમો
હ99
For Private And Personal Use Only