________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નહીં માને તો ભય બતાવશે, ગમે તે કરે, વિલાસવતી લલચાય એમ નથી કે ભય પામે એમ પણ નથી.
વહાણમાં સાનુદેવની પત્ની છે, માતા છે, પિતા છે... એ બધાં સાનુદેવના પક્ષે નહીં રહે, વિલાસવતીના પક્ષે રહેશે. એટલે સાનુદેવ વિલાસવતી પર બળાત્કાર તો નહીં જ કરી શકે.
સંકટ આવ્યું. વિઘ્ન આવ્યું. પુનઃ વિલાસવતીનો વિયોગ થઈ ગયો. મારા વિના વિલાસવતી વધુ સમય જીવિત નહીં રહી શકે, આ જ મહત્ત્વની વાત છે. જો એ ધીરજ રાખશે, હિંમત રાખશે તો એને વાંધો નહીં આવે.
મારો લાકડાનો ઘોડો વહાણની દિશામાં વહેતો રહ્યો, પણ ધીમે ધીમે અને આડો-અવળો અથડાતો હતો. પ્રભાત થયા પછી મેં ચારે દિશામાં જોયું... પાણી જ પાણી! કોઈ કિનારો દેખાતો ન હતો. કોઈ વહાણ દેખાતું ન હતું... અગાધ સમુદ્રમાં હું એકલો-અટૂલો વહે જતો હતો, મારું એક સદ્ભાગ્ય હતું કે સમુદ્રનું કોઈ જળચર પ્રાણી મારી પાસે ના આવ્યું... મને દેખાયું પણ નહીં, નહીંતર હું જીવતો ના રહ્યો હોત.
દિવસ પૂરો થયો. બીજી રાત શરૂ થઈ. મારી કમર ઉપર ‘નયનમોહન' વસ્ત્ર બાંધેલું હતું એટલે મને એક મોટું આશ્વાસન હતું. જળચર પશુઓથી હું મારું રક્ષણ કરી શકું એમ હતો. જળદસ્યઓથી પણ મારી જાતને બચાવી શકું એમ હતો... પરંતુ બીજા દિવસે મને કકડીને ભૂખ લાગી. તરસ પણ લાગી. શું કરું? ઉપવાસ થઈ ગયો.
આ રીતે ત્રીજો દિવસ... ચોથો દિવસ... પસાર થયા. મારી શારીરિક શક્તિ ઓછી થવા માંડી હતી. ઊછળતાં મોજાંઓમાં મારું લાકડું મારે સખત રીતે પકડી રાખવું પડતું હતું... છેવટે પાંચમા દિવસે પ્રભાતે નજીકમાં કિનારો દેખાયો. હું હર્ષિત થયો. લાકડાને કિનારા તરફ ધકેલવા લાગ્યો... મધ્યાહ્નકાળે હું કિનારે પહોંચ્યો. લાકડું છોડી દીધું અને જમીન પર પગ મૂક્યો. થોડે દૂર મેં કદંબવૃક્ષને જોયું. ધીરે ધીરે વૃક્ષ પાસે પહોંચ્યો. છાયામાં લાંબો થઈ સૂઈ ગયો. મારાં ભીનાં વસ્ત્રો સુકાવા માંડ્યાં. સાથે સાથે મારા પ્રાણ પણ સુકાવા માંડ્યાં. મને વિલાસવતીના જ વિચારો આવતા હતા. ‘જો... કદાચ એણે મારા વિયોગથી નિરાશ થઈને, અથવા દુષ્ટ સાનુદેવથી પોતાના શીલની રક્ષા કરવા માટે આત્મહત્યા કરી હશે... તો પછી મારે કોના માટે જીવવાનું? વિલાસવતી વિના હું જીવી શકીશ નહીં... માટે હું પણ આત્મહત્યા કરી નાખું... ગળે ફાંસો ખાઈને મરી જાઉં?'
હું ઊભો થયો. ચારે તરફ જોયું. ‘મને કોઈ જોતું નથી ને?’ એ નિર્ણય કરવા ચારે બાજુ જોવા લાગ્યો... નજીકમાં જ એક મહાસરોવ૨ મેં જોયું. મરવાનો વિચાર ભુલાઈ ગયો, પાણી પીવાની પ્રબળ ઈચ્છા થઈ આવી. હું સરોવર પાસે ગયો. શ્રી સમરાદિત્ય મહાકા
98
For Private And Personal Use Only