________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માન્યું... તેણે કહ્યું : “મને ખબર છે, તું મારાથી રિસાયો છે. મારી સાથે બોલતો નથી... જેવી તારી ઈચ્છા. મને તો તારા પ્રત્યે એ જ પ્રેમ છે, જે પહેલાં હતો. ભવિષ્યમાં પણ રહેવાનો!” નંદક મૌન રહ્યો.
બે દિવસ પસાર થઈ ગયા, ધનશ્રીના મનમાં ગડમથલ ચાલુ હતી. ધનકુમાર ઉપર ‘કામણ-પ્રયોગ’ કરી, તેના શરીરને વેદનાગ્રસ્ત કરી, મૃત્યુ તરફ ધકેલી દેવા તે તૈયાર થઈ. છતાં સ્ત્રીસહજ કાયરતાએ તેને વિચાર કરતા કરી દીધી. “હું કુમાર પર કામણ-પ્રયોગ કરું, કુમાર પછી જીવવાનો નથી. તે પછી નંદક મારો સ્વીકાર કરશે ખરો? જો નંદક મારો સ્વીકાર ના કરે તો? હું ઘરની ના રહું, ઘાટનીય ના રહું... એ પાક્કો સ્વામીભક્ત છે. પરંતુ કુમારના મૃત્યુ પછી તો હું એને મનાવી લઈશ. કુમાર જીવે છે ત્યાં સુધી એ કુમારને જ વફાદાર રહેવાનો.'
નંદક ધનશ્રીના સારા વ્યવહારથી થોડો નિશ્ચિત થયો હતો. છતાં એને કંઈક રંધાઈ રહ્યાની ગંધ આવતી હતી. ધનશ્રી કુમારને મારવા શું શું કરી શકે, એ સંભાવનાઓની કલ્પના કરવા લાગ્યો.. પણ તેની કલ્પનામાં જોગણનો કામણપ્રયોગ ના આવ્યો. કારણ કે આવા પ્રયોગો એણે ક્યારેય સાંભળ્યા ન હતા કે જોયા પણ ન હતા.
ધનકુમારને તો ધનશ્રી પ્રત્યે કોઈ શંકા જ ન હતી. એ તો નિશ્ચિત અને નિર્ભય બનીને પોતાના વેપાર અંગે નંદક સાથે ચર્ચા કરતો. ક્યારેક માતા-પિતાની સ્મૃતિ આવી જતી, તો નંદક સાથે વાતો કરતો. ધનશ્રી સાથે પણ એ મુક્ત મનથી વાતો કરતો. ઘનશ્રી બે દિવસથી ધનકુમારને ખૂબ પ્રેમ આપવા લાગી હતી....
ઘનઘોર વાદળ પૂર્વે જે શીતળતા અનુભવાય, તેવી શીતળતા ધનકુમાર અનુભવતો હતો.
:
પs.
ભાગ-૨ # ભવ ચોથો
For Private And Personal Use Only