________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ખાસ રક્ષક-સૈનિકો માટે હતો. ધનશ્રીએ પોતાના ઓરડામાં જ પોતાનું રસોડું બનાવવાનું નક્કી કર્યું. “આપણે ત્રણ અહીં જમીશું.” એ જ ઓરડાની જમણી બાજુએ દરવાજો હતો. તે દરવાજા પાસે નિસરણી હતી. તે નિસરણીથી નીચે ઊતરો એટલે ત્યાં શમિયાણા જેવો તૂતક હતો, તૂતકના એક ખૂણામાં નાનો ઓરડો હતો, જે “મળવિસર્જન'ના ઉપયોગ માટે હતો, ખાસ ધનશ્રી-ધનકુમાર માટે.
તૂતકની મધ્યમાં બેસવા માટે ગોળાકારે આરામદાયી આસનો ગોઠવેલાં હતાં. જ્યાં પ્રભાતે અને સંધ્યાસમયે ધનકુમાર વગેરે સહુ બેસીને સમુદ્રદર્શનનો આનંદ મેળવી શકે.
ત્રણેએ જહાજ બરાબર જોઈ લીધું. ધનકુમારે ધનશ્રીને પૂછયું : “દેવી, જહાજ કેવું લાગ્યું!” “ઘણું સારું!' તો કાલે પ્રયાણ કરીએ ને!' જેવી આપની ઈચ્છા.'
0 0 0 જ્યારે “વૈશ્રમણ' જહાજે તામ્રલિપ્તીનો કિનારો છોડ્યો, ત્યારે કેવળ એક જ માણસના દિલમાં થડકાટ થતો હતો. અને તે ધનશ્રી! “વૈશ્રમણ' જહાજ સમુદ્રમાં તરતું થયું. હવામાન ચોખ્યું હતું. દરિયો શાંત હતો. જેઠ મહિનાની આસપાસ ઘેરાતાં વાદળાં હજુ દક્ષિણની ક્ષિતિજને આંબીને, મકરવૃત્ત તરફ ધસ્યાં ન હતાં.
જહાજનો મુખ્ય નાવિક સૂરદેવ, કુશળ અને અનુભવી નાવિક હતો. તેની જિંદગીમાં તેણે અનેક કપરી પરિસ્થિતિઓનો સામનો કર્યો હતો. દરિયાઈ તોફાનો, ચક્રવાત, ખડકાળ સાગરકિનારા, સાંકડા જળમાર્ગો અને જહાજમાં થતી તૂટ-ફૂટ વગેરેનો તેને પૂરો અનુભવ હતો. અફાટ સાગર પર કેવળ નિરીક્ષણથી તે જહાજનું સુકાન હેરવી-ફેરવી શકતો, અથવા માર્ગ નિશ્ચિત કરી શકતો.
જહાજ “વૈશ્રમણ', સાગરનાં આછાં હિલોળાતાં ભરતીનાં મોજાંઓ પર ઝૂમતું વહેતું થયું હતું.
ધનશ્રીએ એક જ દિવસમાં તેનો ખંડ વ્યવસ્થિત ગોઠવી દીધો. ખંડ વિશાળ હતો. એક બાજુ રસોડું ગોઠવી દીધું. બીજી દિશામાં તેણે શયનકક્ષ બનાવી દીધો. એક ખૂણામાં ચાર આસનો ગોળાકાર ગોઠવી મંત્રણા-કક્ષનું રૂપ આપી દીધું. તેની આસપાસ સુંદર રેશમી પડદો કરી દીધો.
તેણે નંદકનો ખંડ પણ ગોઠવી આપ્યો. નંદકે એને ના પાડી, છતાં તેણે ના
શ્રી સમરાદિત્ય મહાકથા
For Private And Personal Use Only