________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભલે મહિનો-પંદર દિવસ એ રિબાત... રિબાઈ રિબાઈને મરશે.. અને એ મરશે ત્યારે જ મારા મનને શાંતિ થશે.”
મધ્યાહુનકાળે ઘનકુમાર અને નંદક ભોજન માટે ઘેર આવ્યા. ધનશ્રીએ કુમારનું સ્વાગત કરી, સ્નેહ પ્રદર્શિત કર્યો. બંનેને સારી રીતે ભોજન કરાવ્યું. ધનકુમારે ધનશ્રીને કહ્યું : “દેવી, આજે વહાણ માલસામાનથી ભરાઈ જશે. દિવસના ચોથા પ્રહરમાં તું આવીને વહાણમાં જોઈ લે. તારી બધી ગોઠવણ કરી છે. તો આવતી કાલે પ્રભાતે જ આપણે અહીંથી પ્રયાણ કરી દઈએ.'
ધનશ્રીએ કહ્યું : “નાથ, અવશ્ય હું ચોથા પ્રહરમાં આપની સાથે વહાણ પર આવીશ અને આપણી બધી સગવડતાઓ જોઈ લઈશ. આપ નિશ્ચિત રહો.”
ધનશ્રીની વાત કરવાની રીત જોઈને, તેના હાવભાવ જોઈને નંદકને આશ્ચર્ય થયું.. “આવું સારું પરિવર્તન આ સ્ત્રીમાં કેવી રીતે આવી ગયું? શું કોઈ મહાત્માનો ઉપદેશ મળ્યો હશે? કે ગઈ કાલે મેં કહેલી વાતો વાગોળી હશે? પરિવર્તન સારું આવ્યું છે. પરંતુ..* નંદક શંકા કરી બેઠો. “શું આ સ્ત્રીચરિત્ર તો નહીં હોય? એ બોલે કંઈ અને કરે જુદું જ! એના મનમાં ત્રીજી વાત હોય... મારે ભરમાઈ જવાની જરૂર નથી. સાવધાન રહેવું જ પડશે.. આ સ્ત્રી ઉપર વિશ્વાસ તો ન જ કરી શકાય.”
| 0 ૦ 0. દિવસનો ત્રીજો પ્રહર પૂરો થયો. ઘોડાગાડીમાં બેસીને ધનશ્રી, ધનકુમાર અને નંદક સમુદ્રકિનારે જવા નીકળ્યાં. કિનારો બહુ દૂર ન હતો. અર્ધ ઘટિકામાં તેઓ કિનારે પહોંચી ગયા. કિનારા પર એક નાની નાવ હતી. ત્રણે જણાં નાવમાં બેસી ગયાં. નાવિકે ધનકુમારના “વૈશ્રમણ' વહાણ તરફ નાવને હંકારવા કહ્યું. થોડી જ વારમાં નાવ વહાણ પાસે પહોંચી ગઈ. પહેલાં ધનશ્રીને વહાણ પર ચઢાવીને પછી ધનકુમાર ચઢી ગયો. અને પાછળથી નંદક ચઢી ગયો.
લગભગ ૧૦૦ વાર લાબું અને ૧૦ વાર પહોળું આ વહાણ હતું. નીચેના ભાગમાં પાછળ અને આગળ થઈને ૬ ભંડાકિયાં હતાં. તે બધાં જ ભંડાકિયાંમાં માલસામાન ભરેલો હતો. તેના ઉપરના ભાગમાં, આગળ ત્રણ ઓરડા હતા અને પાછળ ત્રણ ઓરડા હતા. આગળનો એક ઓરડો વહાણના કપ્તાન અને એના સાથીઓ માટે હતો. બીજો ઓરડો રક્ષક-સૈનિકોના એક વિભાગ માટે હતો. ત્રીજો ઓરડો રસોડા માટે ને ભોજન માટે હતો. પાછળના ત્રણ ઓરડામાં પહેલો ઓરડો ધનશ્રી અને ધનકુમાર માટે હતો. બીજો ઓરડો નંદક માટે હતો. ત્રીજો ઓરડો
૫૪૪
ભાગ-૨ # ભવ ચોથો
For Private And Personal Use Only