________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધનશ્રી એને જોઈ રહી હતી. સંન્યાસિનીએ ધનશ્રીને જોઈ. બે સ્ત્રીઓની દષ્ટિ મળી. સંન્યાસિની ક્ષણ વાર ઊભી રહી... પછી ધનશ્રીના ઘર તરફ આવવા લાગી. ઘનશ્રીને કુતૂહલ થયું. “આ સ્ત્રી વિના બોલાવ્યું કે અહીં આવી રહી હશે? હા, એને ભિક્ષા જોઈતી હશે...'
સંન્યાસિની ઘનશ્રીની સામે આવીને ઊભી રહી. ધનશ્રીએ પૂછયું : “તારે ભિક્ષા જોઈએ કે?
હા દેવી...” ઘનશ્રીએ ભિક્ષાપાત્ર ભરી દીધું. સંન્યાસિનીએ પૂછયું : “દેવી, કોઈ ચિંતા છે કે?'
ધનશ્રી સાવધાન થઈ ગઈ. હવે તેણે સંન્યાસિનીને જુદા રૂપે જોઈ. “આ કોઈ સામાન્ય જોગણ નથી દેખાતી. એણે મારા મનની મૂંઝવણ જાણી લીધી લાગે છે... આવી જોગણો કામણ, વશીકરણ, મારણ વગેરેના મંત્ર, તંત્ર, ઔષધ વગેરે જાણતી હોય છે. લાવ, એને જ પ્રયોગ અંગે પૂછું.”
હે જોગણ, આ દુનિયામાં ચિંતા કોને નથી હોતી? સહુ મનુષ્યોને ચિંતા હોય છે. ચિંતાને દૂર કરનારા પ્રયોગો તારી પાસે હોય તો કહે. હું તારું પ્રિય કરીશ.'
દેવી, તારે જે જોઈએ તે કહે. મારાપ્રયોગ છે, વશીકરણ પ્રયોગ છે, ઉચ્ચાટન પ્રયોગ છે... ઘણા પ્રયોગો છે.”
મારે એવો પ્રયોગ જોઈએ કે માણસ તત્કાલ ના મરે, પણ ધીરે ધીરે રિબાઈને મરે!'
છે દેવી, જો તું કહે તો એ “કામણ-યોગ' તને હું હમણાં જ શીખવી દઉં..” ધનશ્રીએ હા પાડી. જોગણે એને કામણ-યોગ શિખવાડી દીધો. ધનશ્રી પ્રસન્ન થઈ ગઈ. તેણે જોગણને પાંચ સોનામહોર્રી આપી. જોગણ પણ ખૂબ રાજી થઈને ગઈ.
ધનશ્રી ઘરમાં એકલી એકલી નાચવા લાગી. તેનું મન પણ હળવું ફૂલ જેવું બની ગયું. જે ઉપાય એ શોધતી હતી, એ ઉપાય એને સહજતાથી મળી ગયો. ઘેર બેઠાં મળી ગયો! પાપકાર્યની સિદ્ધિમાં આ રીતે ક્યારેક પણ સહાયક બની જાય છે. પુણ્યના સહકાર વિના પાપકાર્યોમાં સફળતા મળતી જ નથી. કોઈ પણ કાર્યની સિદ્ધિમાં પુણ્યોદય અપેક્ષિત હોય છે.
ઘનશ્રી વિચારે છે : “હવે હું ગમે ત્યારે કુમાર પર આ પ્રયોગ કરી શકીશ. પરંતુ આજકાલમાં પ્રયોગ નથી કરવો. જો આજકાલમાં પ્રયોગ કરીશ તો નંદક જાણી જશે કે “આ કામ મેં જ કર્યું છે. અને એ શેઠનો વફાદર નોકર, મારી અપકીર્તિ કરશે... મને ઉપદ્રવ કરશે. ના, ના, હું સમુદ્રયાત્રા શરૂ થયા પછી જ આ પ્રયોગ કરીશ... શ્રી સમરાદિત્ય મહાકથા
પB8
For Private And Personal Use Only