________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નંદક ઊંડા વિચારોમાં ગરકાવ હતો, ત્યાં ધનકુમાર સીધો દુકાને જ જઈ ચડ્યો... તેણે નંદકને ચિંતાતુર જોયો. પૂછ્યું : “નંદક, કંઈ મોટી ચિંતા થઈ પડી છે કે શું?” નંદક ઝબકીને જાગ્યો! તે ગાદી પરથી ઊભો થઈ ગયો... ને કુમારને ભેટી પડ્યો... કુમાર તારા જેવો સમર્થ સ્વામી મારા માથે હોય, પછી ચિંતા શાની? આ તો સમુદ્રયાત્રાની બધી તૈયારીઓ અંગે વિચારતો હતો. કુમાર, વહાણ કાલે સવારે આપણને મળી જશે ને?”
“હું અત્યારે વહાણ જોઈને જ આવ્યો. ખૂબ મજબૂત છે. તોફાની સમુદ્રમાં. આકાશમાં ઊછળીને નીચે પટકાય તો પણ વાંધો આવે નહીં – એવું મજબૂત છે. કાલે સવારથી માલ ભરવાનું કામ શરૂ કરાવી દેજે. બે-ચાર દિવસમાં વહાણ ભરાઈ જાય એટલે પ્રયાણ કરીએ...”
નંદક ધનકુમારના નિર્મળ-પ્રશાન્ત... અને હસમુખ ચહેરાને જોતો રહ્યો. આજે નંદક પોતની જાતને ખૂબ હળવી અનુભવતો હતો. તેના હૃદયમાં કુમાર પ્રત્યે અત્યંત સ્નેહ અને સહાનુભૂતિ ઊભરાતી હતી.
૦ ૦ ૦ ધનશ્રી! નંદકના ગયા પછી ધનશ્રી કાળી નાગણની જેમ ફુકારવા લાગી.
કાયર... શક્તિ વિનાનો.. બાયલો... મોટો સ્વામીભક્ત હોવાની બડાશો મારે છે... મને વળગી પડતો ત્યારે એની સ્વામીભક્તિ ક્યાં જતી રહી હતી? સપનાં તો મને મોટાં મોટાં દેખાડતો હતો....હવે જ્યારે આ પરદેશમાં સરસ તક મળી, ભાગી છૂટવાની... ત્યારે આદર્શની વાતો કરવા બેઠો. આવા માણસથી મારું કામ નહીં થઈ શકે. હવે મારી રીતે જ ઉપાય કરવો પડશે. ધનકુમારને જીવતો રહેવા દેવાય જ નહીં. હવે માત્ર બે જ દિવસ મારા હાથમાં છે. જે-તે કામ બે દિવસમાં પતાવવું જોઈએ.” આખી રાત આવા જ દુષ્ટ વિચારોમાં પસાર કરી. પ્રભાતે સ્નાનાદિ કૃત્યોથી પરવારી, એ મકાનના બાહ્ય પરિસરમાં એક પાટ પર બેઠી. રાજમાર્ગ પરની અવર-જવર જોઈ રહી હતી. દિવસનો બીજો પ્રહર શરૂ થઈ ગયો હતો. ત્યાં રાજમાર્ગ પરથી એક સંન્યાસિની ધીમે પગલે પસાર થઈ રહી હતી. તેણે શરીર પર એક જ અખંડ કાળું વસ્ત્ર લપેટેલું હતું. કપાળમાં લાલ રંગનું મોટું તિલક કરેલું હતું. મસ્તકે લાંબા વાળની જટા બાંધીને તેના પર કરેણનાં પુષ્પોની માળા બાંધેલી હતી. તેની આંખો મોટી હતી. આંખોમાં રતાશ હતી. તેનું શરીર થોડું સ્થળ હતું. એક હાથમાં તુંબડાનું ભિક્ષાપાત્ર હતું. બીજા હાથમાં નાનો હાડકાનો દંડ હતો.
પર
ભાગ-૨ # ભવ ચોથો
For Private And Personal Use Only