________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમજાતું નથી. શા માટે એના પ્રત્યે આટલી ક્રૂરતાથી તું વિચારે છે? આટલો બધો વેરભાવ શા માટે? તું સમજી જા. ખોટા વિચારોને બહાર ફેંકી દે. તારે સમુદ્રપારના દેશોમાં ના આવવું હોય અને સુશર્મનગર પાછાં જવું હોય તો તને બધી સગવડતા કરી આપું. એક વાત મારી તારે સમજી જ રાખવાની કે મને કુમાર પ્રત્યે પ્રેમ છે, સભાવ છે, અને મારી વફાદારી છે... તારા પ્રત્યે પણ મને પ્રેમ છે, છતાં તારા ખોટા કામમાં હું તને સાથ નહીં જ આપું.”
નંદકે ખૂબ સ્પષ્ટ શબ્દોમાં ધનશ્રીને કહી દીધું. ધનશ્રી ગંભીર થઈ ગઈ. તે ઊભી થઈ ખંડમાં આંટા મારવા લાગી... થોડી ક્ષણો પસાર થઈ ગઈ. તેના મોઢાની રેખાઓ તંગ થઈ ગઈ. તેનું ગોરું મુખ લાલ થઈ ગયું. તેણે નંદકની સામે જોયું. અને સત્તાવાહી સૂરમાં બોલી : “નંદક, તારે મને શિખામણ આપવાની જરૂર નથી. તું ચાલ્યો જા, તારું કામ કર. હવે આ વિષયમાં હું તારી સાથે વાત કરવા નથી માગતી.”
નંદકે કોઈ જવાબ ના આપ્યો. તે ચૂપચાપ ત્યાંથી નીકળી ગયો. પરંતુ એના ચિત્તમાં ચિંતા, ભય અને અકળામણ લઈને તે ગયો. તે સીધો દુકાન પર ગયો. જો ધનકુમાર સમુદ્રકિનારે ના ગયો હોત તો નંદક સમુદ્રકિનારે જ જાત. તેનું મન ધૂંધવાઈ ગયું હતું. “આ દુષ્ટ સ્ત્રી ક્યારે શું કરે... કંઈ કહેવાય નહીં... અને આવી વાત મારાથી ધનકુમારને કહેવાય પણ નહીં. કદાચ એ માને પણ નહીં.. અને માની લે તો ધનશ્રી સાથે વાત કર્યા વિના ના રહે. ઘનશ્રી સમજી જાય કે “આ વાત નંદકે જ કુમારને કહી દીધી છે,” એટલે એ મારા પ્રત્યે શત્રુતા રાખે.. મારી વિરુદ્ધ કુમારને ભડકાવે...કુમાર તો માને જ નહીં, પરંતુ ઘનશ્રી પોતે કાતિલ બની જાય.... ના, ના પરદેશમાં આવો ગૃહફ્લેશ વિનાશ નોતરે. મારે કુમારને કોઈ વાત કહેવી નથી. બસ, એટલી સાવધાની રાખીશ કે ધનશ્રી કુમારને ઈજા ના પહોંચાડે. ધનશ્રીને કે ધનકુમારને ખ્યાલ ના આવે એ રીતે અંગરક્ષક સૈનિકો ગોઠવી દઉં.. મારે શ્રેષ્ઠીપુત્રની રક્ષા કરવી જ પડશે. એ મારો મિત્ર છે, એવી રીતે મારો સ્વામી પણ છે. એના ઉપકારનો બદલો વાળી શકાય એમ નથી. એ કેટલો સરળ ને નિખાલસ છે! પાર વિનાની સંપત્તિનો માલિક હોવા છતાં એનામાં જરાય અભિમાન નથી! એણે ક્યારેય મને એનો નોકર નથી માન્યો, દાસીપુત્ર નથી માન્યો.. સગા ભાઈ જેટલું હેત વરસાવ્યું છે. એવા કુમારને મારી નાખવાની વાત પણ હું કેમ સાંભળી શકું? એ પણ એની પત્નીના મુખે? એ ખરેખર નાગણ છે. એક વાર ભલે મને ડસી ગઈ. પરંતુ હવે મારે એનાથી દૂર જ રહેવું પડશે.”
શ્રી સમરાદિત્ય મહાકથા
પ
For Private And Personal Use Only