________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નંદક...” ધનશ્રી!” એક વાત કરવી છે, અતિ ગુપ્ત...!” કર, અત્યારે આપણે બે જ છીએ.” નંદક, આપણે સમુદ્રપારના દેશોમાં નથી જવું...” એટલે?
તું અને હું – આપણે બે અહીંથી જ દૂર પ્રદેશમાં ભાગી જઈએ.. જેટલું જોઈએ એટલું ધન અહીંથી લઈ લઈએ...' “પછી?”
પછી આપણે બે સ્વર્ગસદશ વૈષયિક સુખો ભોગવીશું... આપણા બેનો અવિહડ પ્રેમ છે... નિરંતર પ્રેમસાગરમાં તરતાં રહીશું. ડૂબકીઓ મારીશું.... અને મસ્ત બનીને જીવન જીવીશું.”
ધનકુમારનું શું?'
એ ગમે તે કરે... જ્યાં જવું હોય ત્યાં જાય... એની ચિંતા તારે-મારે કરવાની જરૂર નથી. અથવા તો કોઈ યુક્તિ કરીને એને મારી જ નાખીએ... કે જેથી ભવિષ્યમાં આપણને એનો ભય જ ના રહે.ધનશ્રીની ક્રુરતાભરી વાત સાંભળીને નંદક પૂજી ગયો. નંદકે કોઈ પ્રત્યુત્તર ના આપ્યો એટલે ધનશ્રી બોલી :
કેમ બોલતો નથી નંદક? ગભરાઈ ગયો? હિંમત નથી તારામાં? કોઈ વાંધો નહીં, તે નહીં મારી શકે તો હું મારીશ.... પછી તો તને વાંધો નથી ને?'
મોટો વાંધો છે. હું તો સ્વામી-વધનું ઘોર પાપ ન જ કરું. તને પણ નહીં કરવા દઉં. ધનશ્રી, તારે આવી ભૂલ ક્યારેય કરવી નહીં. તારા મનમાંથી પણ આ વિચાર કાઢી નાખ, ધનકુમાર ભલે તને ગમતો નથી, પરંતુ કુમાર જેવો પતિ તને આ દુનિયામાં બીજો નહીં જડે. એ ગુણવાન છે, રૂપવાન છે, પ્રેમાળ અને ઉદાર છે! આટલા બધા ગુણો એક માણસમાં તેં ક્યાંય જોયા છે ખરા? વળી, એણે ક્યારેય તારું અપ્રિય કર્યું છે ખરું? તને હંમેશા પ્રેમ આપ્યો છે, પૈસા આપ્યા છે... બધી જ સુવિધાઓ આપી છે. શું નથી આપ્યું? તને શા માટે કુમાર નથી ગમત, એ મને
પ80.
ભાગ-૨ # ભવ ચોથો
For Private And Personal Use Only