________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહેશ્વરદત્ત સમુદ્રકિનારા પર પહોંચ્યો. મધ્યાહ્નકાળ હતો. જેમાં સમુદ્ર ખળભળતો હતો તેમ તેનું ચિત્ત પણ ખળભળી ઊઠ્યું હતું. તેના મનમાં પ્રશ્ન ઊઠ્યો : “હવે હું શું કરું?”
ક ધન કમાવા માટે સમુદ્રપારના દેશમાં ચાલ્યો જાઉં? ધન તો મારે કમાવું જ પડશે. ધન વિનાનો પુરુષ, પુરુષ નથી, નપુંસક છે. મનુષ્યના જીવનમાં દરિદ્રતા જેવું બીજું કોઈ દુઃખ નથી.. આ દુનિયામાં દરિદ્ર મનુષ્ય માટે જગ્યા નથી. દરિદ્રનો અપયશ થાય છે, દરિદ્રતા જેવું બીજું કોઈ દુ:ખ નથી... આ દુનિયામાં દરિદ્રની નિંદા થાય છે. દરિદ્રની અવહેલના થાય છે. દરિદ્ર મનુષ્ય સજ્જનોની સાથે બેસી શકતો નથી અને દરિદ્ર પરોપકાર પણ કરી શકતો નથી... ધિક્કારપાત્ર છે દરિદ્રતા...
છે પરંતુ માની લઉં કે મેં અર્થપુરુષાર્થ કર્યો, મજૂરી કરી, મહેનત કરી.. હું ખૂબ ધન કમાયો... મને યશ મળશે, કીર્તિ મળશે.. બધું બરાબર, પરંતુ છેવટે શું? બધું જ ધન છોડીને મહાકાળના કોળિયા બની જવાનું ને? ઘોર પરિશ્રમ કરીને, અનેક કષ્ટ સહન કરીને.. કમાવેલું ધન.. બીજાઓ માટે મૂકીને મરી જવાનું? જો આ જ જીવનની નિયતિ છે, તો પછી મારે અર્થપુરુષાર્થ નથી કરવો...”
તે દૂર દૂર પથરાયેલા મહાસાગરને જોઈ રહ્યો. કિનારે કિનારે ચાલવા લાગ્યો... એ જ પ્રશ્ન સામે આવીને ઊભો – “હવે હું શું કરું?
અર્થપુરુષાર્થ નથી કરવો... એ નિશ્ચિત છે. ધર્મપુરુષાર્થ કરું તો?
» ધર્મપુરુષાર્થથી આ વર્તમાન જીવનનાં પાપો નાશ પામશે અને પરલોક ઊજળો બની જશે. મારા ઉપકારી સાર્થવાહપુત્રની ભાવના પણ સફળ થશે. મારા કુળને લાગેલું કલંક ધોવાઈ જશે. મેં ઘણાં મહાત્માઓના મુખે સાંભળેલું છે કે મનુષ્યજીવન દુર્લભ છે.. એમાં ધર્મપુરુષાર્થ કરી લેવો દુર્લભ છે!
આમેય, મેં સંસારમાં ઘણાં વૈષયિક સુખો ભોગવ્યાં છે. અને દારુણ દુઃખો પણ સહન કર્યા છે. મને હવે એ સુખોના કોઈ કોડ નથી, મનોરથ નથી...
સંસારનો જ ત્યાગ કરી દઉં! સંન્યાસ ગ્રહણ કરી લઉં! પણ મને કોણ સંન્યાસ દીક્ષા આપશે? મારી અપકીર્તિ એટલી ફેલાણી છે કે કોઈ મહાત્મા મને એમની પાસે ઊભી પણ નહીં રાખે!'
તે ગંભીર વિચારમાં ડૂબી ગયો. ત્યાં તેને પોતાના પિતાના મિત્ર યોગીશ્વર સ્મૃતિમાં આવી ગયા.. “હું યોગીશ્વર પાસે જાઉં. એ સમુદ્રના એક કિનારા પર આશ્રમમાં રહે છે. તેઓ કાપાલિક છે... ગમે તે હોય, હું તેમની પાસે જઈ દીક્ષા લઈશ... અને ધર્મપુરુષાર્થ કરીશ!' મહેશ્વરદત્ત યોગીશ્વર કાપાલિક પાસે જવા પ્રયાણ કરી દીધું.
* * *
શ્રી સમરાદિત્ય મહાકથા
પc
For Private And Personal Use Only