________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘ભાઈ, મને તારા પર વિશ્વાસ થયો છે કે તે સજ્જન છે. તારે હવે જુગાર રમવાની જરૂર નથી. મારી પાસે ઘણું ધન છે. તારે જોઈએ તેટલું ધન તને આપું.. તું વેપાર કર... અને સુખી થા. પરંતુ જુગાર ના રમીશ. જોકે તને પણ જુગાર નથી જ ગમતો. તું સમજે છે કે જુગારથી આ જીવન બગડે છે, પરલોક પણ બગડે છે.. પછી શા માટે રમવો જુગાર? કદાચ તારી પાસે ધન નહીં હોય, અથવા ખૂબ ધન કમાઈ લેવું હશે, માટે તું જુગાર રમતો હશે... પરંતુ ધન હું તને આપું છું. વેપાર કિરવા જેટલું જોઈએ તેટલું આપું છું...”
મહેશ્વરદત્ત, ધનકુમારની અકારણ કરુણાથી ગદ્દગદ થઈ ગયો. તે વિચારવા. લાગ્યો : “આ ઉપકારી પુરુષ, મારી જ ઉંમરનો યુવાન છે. મને ઓળખતો નથી.... કોઈ પૂર્વપરિચય નથી... છતાં મારી સાથે કેવો ભદ્ર વ્યવહાર કર્યો? નહીંતર આ દુનિયામાં સજ્જન પુરુષો મોટા ભાગે જુગારીને પાપી કહીને ધિક્કારે છે, તિરસ્કારે છે... અને એનાથી દૂર રહે છે. સગાં માતા-પિતા પણ જુગારી પુત્રને ઘરમાંથી બહાર કાઢી મૂકે છે. ત્યારે આ મહાનુભાવે ના મને ધિક્કાર્યો.. ના મારો તિરસ્કાર કર્યો.... ના મારી ભર્જના કરી... મને એણે શરણ આપ્યું. સોળ સોનામહોરોનું મારું દેવું ચૂકવી દઈને મને નિર્ભય કર્યો. જુગારીઓના જુલમમાંથી મને બચાવ્યો.. નહીંતર એ જુગારીઓ આજે મને મારી નાખત. હું સોળ સોનામહોરો તો નહીં, એક સોનામહોર પણ આપી ના શકત. ત્યારે મારું શું થાત? ઘોર દુર્ભાગ્યના અંધકારમાં. આ તેજસ્વી તારો મને દેખાઈ ગયો... ને હું એ દુષ્ટોના ટોળામાંથી છટકીને આના શરણે આવી ગયો... એણે મને બચાવ્યો. નેહ આપ્યો....
પહેરવા વસ્ત્રો આપ્યાં, ખાવા માટે ભોજન આપ્યું. અને હવે વેપાર કરવા જોઈએ એટલું ધન આપવા તૈયાર થયો છે! ધન્ય છે આ મહાનુભાવને.”
પરંતુ મારે એનું ધન ના લેવું જોઈએ. એ આપે, તેની મહાનતા કહેવાય, હું લઉં તો મારી અધમતા કહેવાય, એના ઉપકારોના ભાર નીચે મારે દબાઈ જવું નથી. ભલે હું પરોપકાર નથી કરી શકતો... પરંતુ કરણાભર્યા હૃદયનો ભાર પણ મારાથી વહન નહીં થઈ શકે... હવે મારે મારા જીવનનો માર્ગ બદલવો છે. કોઈની દયા પર નથી જીવવું. હું મારા ઉત્તમ કુળને ઉચિત અર્થપુરુષાર્થ કરીશ.'
તેણે ધનકુમારને કહ્યું : “હે આર્યપુરુષ, ખરેખર આજે હું ધન્ય બન્યો. આપના જેવા ઉત્તમ પુરુષનો મને પરિચય થયો. આજથી, આપની પ્રેરણા મુજબ હું સર્વ નિદિત કાર્યોનો ત્યાગ કરું છું. હું પુરુષોના માર્ગે ચાલીશ. મારી દરિદ્રતા પણ દૂર થશે. આપે મારા ઉપર ઘણા ઉપકાર કર્યા. હવે મારે દ્રવ્યની જરૂર નથી. હું જાઉં છું.. ક્યારેક ક્યાંક મળી જઈશ...” એમ કહીને મહેશ્વરદત્ત, કુમારને પ્રણામ કરી ચાલ્યો ગયો.
0 0 0
પ3
ભાગ-૨ # ભવ ચોથો
For Private And Personal Use Only