________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધનકુમારને આશ્ચર્ય થયું. ‘આ જુગારી છે... છતાં કેવો વિવેકી છે! તે સમજે છે કે તેણે જુગાર રમવાનું ખોટું કામ કર્યું છે. ખાનદાન ઘરનો લાગે છે...” ધનકુમારને એ યુવક પ્રત્યે સદૂભાવ જાગ્યો. “મારે આને આપત્તિમાંથી ઉગારી લેવો જોઈએ.'
હે યુવાન, હું તારું શું પ્રિય કરું? નિશ્ચિત બનીને કહે.' યુવાનનું મુખ સુકાતું હતું. એની આંખો ચકળવકળ થતી હતી. ખૂબ ધીમા સ્વરે એ કંઈક બોલ્યો.. વળી મૌન થઈ ગયો..
ધનકુમાર યુવાનની દુવિધા સમજી ગયો. “આ યુવાન જરૂર જુગારમાં પૈસા હારી ગયો છે. એની ઉત્તમતા એને બોલવા રોકે છે. કે “હું આટલું ધન હારી ગયો છું.' વાંધો નહીં, મારે એના મુખે બોલાવવું પણ નથી... “એ મારી પાસે આજીજી નહીં કરી શકે. ભલે, એ મારા શરણે આવ્યો છે. તો મારે એને શરણ આપવું જ જોઈએ.” ધનકુમારે નંદકને કહ્યું : “નંદક, તું પેલા જુગારીઓ પાસે જા, અને એમને પૂછ કે આ યુવાને તમારો શો ગુનો કર્યો છે.”
નંદકને લાગ્યું કે, “ધનકુમાર શા માટે આવા જુગારીને સહાય કરવા તૈયાર થયો છે? પરંતુ.. આ તો એનો સ્વભાવ છે...”એમ મનનું સમાધાન કરી, એ જુગારીઓ પાસે ગયો... તેમને પૂછ્યું :
ભાઈઓ, પેલા યુવાને તમારો શો અપરાધ કર્યો છે?”
તે જુગારમાં ૧૬ સોનામહોરો હારી ગયો. સોનામહોરો આપ્યા વિના ભાગી ગયો છે... અમે એને નહીં છોડીએ...'
નંદકે આવીને ધનકુમારને વાત કરી. ધનકુમારે કહ્યું : “તું જા અને એ લોકોને ૧૬ સોનામહોર આપી દે.'
જુગારીઓને ૧૬ સોનામહોરો મળી ગઈ એટલે તેઓ તેમના રસ્તે પડી ગયા. ધનકુમાર મહેશ્વરદતને કહ્યું : “યુવાન, ઊભો થા. શોક છોડી દે. તે યુવાન પુરુષ છે, તારાથી શોક ના કરાય. શોક તો સ્ત્રીઓ કરે! ચાલ મારી સાથે, પહેલા સ્નાન કરી લે.'
ધનકુમાર યુવાનને પોતાની સાથે લઈ ગયો, પોતાના ઘરે. તેણે સમુદ્રનાન કરવાનું મુલત્વી રાખ્યું. યુવાને સ્નાન કર્યું. કુમારે તેને વસ્ત્રો આપ્યાં, તેણે એ સુંદર વસ્ત્ર પહેરી લીધાં. કુમાર અને નંદક પણ સ્નાનાદિથી પરવાર્યા.
કુમારે યુવાનને કહ્યું : “હવે આપણે સાથે ભોજન કરીશું.” ભોજન કર્યું. નંદક ત્યાંથી પોતાના કામે ચાલ્યો ગયો. કુમારે વિચાર્યું : “હવે આ યુવાન કેવો તેજસ્વી લાગે છે! ખાનદાન તો છે જ... બિચારો પાપકર્મોના ઉદયથી જુગારના રવાડે ચઢી ગયો લાગે છે. હવે હું એને એટલું ધન આપું કે એને જુગાર રમવો જ ના પડે.” તેણે યુવાનને કહ્યું :
શ્રી સમરાદિત્ય મહાકથા
પs.
For Private And Personal Use Only