________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ટસીને જોઈ હતી. એટલે એની જ આકૃતિ મારી કલ્પનામાં આવતી હતી.
અમે ઉચિત સમયે પાછા ફર્યા. સહુ કુમારવામાં આવ્યા. અમે સાથે બેસીને ભોજન કર્યું, પરંતુ મેં માત્ર દુગ્ધપાન જ કર્યું. મિત્રોને મેં કહ્યું : “મારું માથું દુઃખે છે આજે, એટલે હવે હું સૂઈ જઈશ.' બધા મિત્રો ચાલ્યા ગયા. વસુભૂતિ પણ એના ખંડમાં ચાલ્યો ગયો.
હું મારા શયનખંડમાં જઈને પલંગમાં પડ્યો... પણ મને ઊંઘ કેવી રીતે આવે? મારા ચિત્ત ઉપર રૂપસુંદરી છવાઈ ગઈ હતી. તેણે મારા ગળામાં નાખેલી પુષ્પમાળા મેં મારી પાસે જ રાખી હતી. વારંવાર એ પુષ્પમાળાને હું જોતો હતો. આખી રાત એના જ વિચારોમાં પસાર થઈ. પાંચ-દસ ક્ષણ જ મને નિદ્રા આવી હશે. મારા શરીરમાં આવેગ હતો. એ રાજકન્યાને પામવાનો અભિલાષ હતો... ક્યારેય પણ જીવનમાં નહીં અનુભવેલી ઉત્તેજનાથી હું અસ્વસ્થ હતો.
પ્રભાતે સ્નાનાદિ કાર્યોથી પરવારીને હું બેઠો, ત્યાં વસુભૂતિ આવ્યો. રોજના ક્રમ મુજબ મેં એને તંબોલ આપ્યું. બીજા મિત્રો પણ આવી ગયા. બધાનું ઉચિત સ્વાગત કર્યું. પછી અમે સહુ કુમારવાસની પાછળના ઉદ્યાનમાં ગયા. હું એક લતામંડપની બહાર પથ્થરના આસન પર બેસી રહ્યો. મિત્રો આનંદપ્રમોદ કરવા લાગ્યા. વસુભૂતિની દૃષ્ટિ મારા પર હતી. તે મિત્રોને છોડી મારી પાસે આવ્યો. મારો હાથ પકડી મને તે માધવી લતામંડપમાં લઈ ગયો. મારી મનઃસ્થિતિનું એણે સાચું અનુમાન કર્યું હતું. અમે બંને ત્યાં બેઠા. વસુભૂતિએ મને કહ્યું : ‘કુમાર, આજે તું ઉદાસ દેખાય છે, જાણે ઝાંખો ઝાંખો ચન્દ્રમાં! હું ક્યારનો તને જોઈ રહ્યો છું. ક્યારેક તારા મુખ પર હર્ષ દેખાય છે, ક્યારેક ઉદ્વેગ..... અને નિરાશા... શું છે આ બધું?' “વસુ, કંઈ સમજ નથી પડતી... મને શું થઈ ગયું છે?'
હું જાણું છું તને શું થઈ ગયું છે?' ‘તો કહી નાખ!”
રાજકુમારી વિલાસવતીએ મહેલના ઝરૂખામાંથી તારા પર ગઈ કાલે... રાજમાર્ગ પરથી જતાં, જે પુષ્પમાળા નાખી હતી, અને પછી જ્યારે તે ઉપર જોયું. તેણીએ કામદેવના બાણોથી તને વીંધી નાખ્યો હતો. તેની આ બધી પ્રતિક્રિયા છે! ગઈ કાલે રાત્રે શું તારું માથું દુઃખતું હતું? કે હૃદય દુઃખતું હતું?
હૃદય... માથું દુખવાનું તો બહાનું હતું...” મેં કહ્યું. તારું મુખ કેવું ફિક્કુ પડી ગયું છે? તારી આંખો ઉજાગરાથી કેવી લાલ થઈ ગઈ છે... તે તું અરીસમાં જરા જો.'
હું મૌન રહ્યો. હાથેથી જમીન ખોતરતો રહ્યો.
મિત્ર, આમ લાંબા-લાંબા નિસાસા નાખીને તારા હૃદયને તું સંતાપ ના પમાડ, ખેદ ના કર...” શ્રી સમરાદિત્ય મહાકથા
9૮e
For Private And Personal Use Only