________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નગરમાં જ્યાં જ્યાં મને જરૂર લાગતી ત્યાં ત્યાં ઉદારતાથી દાન આપતો. કોઈ ને કોઈ સંકટ આવ્યું હોય, તેઓ મારી પાસે આવતા, હું મહામંત્રીને કહી એમનાં સંકટ દૂર કરાવતો. મહારાજાને વિનંતી કરીને કેટલાયની સજા માફ કરાવતો!
ધીરે ધીરે અમે નગરમાં મદિરાપાન બંધ કરાવ્યું. યુવાનોને જુગાર રમતા બંધ કર્યા. લોકોમાં પરસ્પર મૈત્રીભાવ વધાર્યો. આ બધી પ્રવૃત્તિથી મહારાજા અમારા પર વધુને વધુ પ્રસન્ન થતા ગયા. રાજપુરુષો પણ અમારી પ્રશંસા કરવા લાગ્યા. કોઈનેય અમારા તરફ ઇર્ષ્યા થાય, એવું કામ અમે કરતા ન હતા. રાજ્યની ખટપટોમાં અમે પડતાજ ન હતા. આનંદ-પ્રમોદ કરતા... અમે દિવસો પસાર કરતા હતા.
વસંતત્રતુ આવી. દક્ષિણ દિશાનો મલયાચલનો વાયુ વહેવા લાગ્યો.
વન અને ઉદ્યાનો ખીલવા લાગ્યાં. આંબાની ડાળે બેસી કોકિલ ટહુકા કરવા લાગ્યો. નગરમાં યુવાનો અને યુવતીઓ રમણે ચઢી. ઠેર-ઠેર ગીત અને નૃત્યના ઉત્સવો થવા લાગ્યો. દિવસની સંધ્યાઓ રંગ-રંગીલી બની ગઈ... રાજમાર્ગો પર સ્વર્ગના દશ્યો દેખાવા લાગ્યાં.
વસુભૂતિએ મને કહ્યું : “કુમાર, આજે સંધ્યા સમયે આપણે પણ ‘અનંગનંદન' ઉદ્યાનમાં જવાનું છે. આજે ત્યાં ભવ્ય વસંત ઉત્સવ ઉજવવાનો છે. આપણા બધા મિત્રો સાંજે અહીં આવશે. સહુ સાથે પગપાળા ઉદ્યાનમાં જઈશું.”
મને ગમશે વસુ! આમેય આ તુ.. આ દિવસો મનને આનંદથી ભરી દે છે.. આપણે જરૂર જઈશું એ ઉદ્યાનમાં.'
સંધ્યાનો સમય થઈ ગયો. મિત્રો કુમારવાસમાં આવી ગયા. સહુએ પોત-પોતાને મનગમતાં સુંદર વસ્ત્રો પહેર્યા હતાં. સહુનાં મુખમાં તંબોલ હતું અને હાથમાં રુમાલ હતા. અમે સહુ મિત્રો સાથે રાજમાર્ગ પર ચાલી નીકળ્યા. રાજમાર્ગ પર ભીડ હતી એટલે મિત્રો આગળ-પાછળ એક-એક બે-બેના સમૂહમાં ચાલતા હતા. હું એકલો ચાલતો હતો. મારી પાછળ થોડે દૂર વસુ ચાલતો હતો. એનું ધ્યાન મારા તરફ હતું. બીજા મિત્રો પોતપોતાના તાનમાં હતા.
અચાનક મારા ગળામાં.. ઉપરથી એક પુષ્પમાળા આવીને પડી!મેં પકડી લીધી પુષ્પમાળા.. ને ઉપર જોયું. રાજમહેલના ગવાક્ષમાં એક રાજકન્યાને જોઈ. એ સ્નેહભરી દૃષ્ટિથી મને જોઈ રહી હતી, મેં એને જોઈ. મારા મનમાં એના પ્રત્યે અપાર સ્નેહ પેદા થયો. ચાર આંખોનું ત્રાટક રચાયું. એ કુમારીના મુખ પર હર્ષ અને વિષાદની રેખાઓ ઊપસી આવી... તેણે નિસાસો નાખ્યો. અને હું આગળ ચાલી નીકળ્યો. - આ આકસ્મિક ઘટનાનો એક જ સાક્ષી હતો. મારો મિત્ર વસુભૂતિ. પરંતુ એ કંઈ જ બોલ્યો નહીં. અમે “અનંગનંદન' ઉદ્યાનમાં ગયા, મિત્રોની સાથે રાસ રમ્યો.. અનેકવિધ ક્રીડાઓ કરી, પરંતુ મારું મન તો રાજપુત્રીમાં જ રમતું હતું. મેં એને ટસી ૮૮
ભાગ-૨ + ભવ પાંચમો
For Private And Personal Use Only