________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હવે એ સિવાય બીજું શું કરું?' નીચી દૃષ્ટિએ હું બોલ્યો. "કુમાર, તારા જેવા બુદ્ધિશાળી યુવાન એટલું નથી સમજી શકતો કે એ રાજકુમારીએ તારા ગળામાં પુષ્પમાળા નાખી છે, એટલે એ તને ચાહે છે, એ તારો સમાગમ ઇચ્છે છે! એ શું ઉપાય નહીં કરે? કરશે જ, તું ધીરજ રાખ.” “વસુ, હું ધીરજ નહીં રાખી શકે...” “તો શું કરીશ? રાજકુમારીનું અપહરણ કરી જઈશ?' વસુ હસી પડ્યો...
“ના, ના, મહારાજા ઇશાનચંદ્રનો આપણા પર કેટલો બધો ઉપકાર છે...? એમની પુત્રીનું અપહરણ કેમ કરાય? ઉપકારી ઉપર અપકાર કરવાની અધમતા હું કોઈ કાળે આચરી ના શકું!'
“કુમાર, તારી વાત સાચી છે. માટે જ કહું છું કે તું ધીરજ રાખ. હું કોઈ ઉપાય વિચારું છું. તારો અને વિલાસવતીનો સમાગમ જરૂર કરાવીશ!”
“શું તું એવો કોઈ ઉપાય જાણે છે? જો તું મારા પર એટલો ઉપકાર કરીશ તો...”
મારા પગ ધોઈને પાણી નું પીશ! એમ ને?' વસુએ મારા બરડા પર ધબ્બો મારી મને ઊભો કર્યો. કારણ કે મિત્રો ક્રીડા કરીને જતા હતા. મેં એ સહુને વિદાય આપી. પછી વસુભૂતિ સાથે હું કુમારવામાં આવ્યો.
મેં અધીરતાથી વસુભૂતિને પૂછ્યું : “વસુ, તું ક્યારે મને તેણી સાથે સમાગમ કરાવી આપીશ?'
કંઈક વિચાર કરીને વસુએ કહ્યું : “ઓછામાં ઓછા ચાર દિવસ તો લાગશે જ! ત્યાં સુધી તારે વિરહનાં ગીતો ગાયાં કરવાનાં!”
“વસુ, તને મજાક સૂઝે છે? મારા હૃદયની વેદના તને હું કેવી રીતે સમજાવું? મારે જીવવું મુશ્કેલ બની જશે...” ‘મિત્ર મુશ્કેલ નહીં બને, હું જેમ બને તેમ શીધ્ર ઉપાય કરું છું.”
૦ ૦ ૦ વસુભૂતિએ કુમારવાસની એક પરિચારિકા મંજરીને પૂછ્યું : તું જાણે છે રાજકુમારી વિલાસવતીની કોણ અંતરંગ સખી છે?” જાણું છું...” ‘તેનું નામ શું?” અનંગસુંદરી!” એ કોણ છે?' ‘ધાવમાતાની પુત્રી.” તારે અનંગસુંદરી સાથે પરિચય છે?” સારો પરિચય છે...'
ભાગ-૨ ભવ પાંચમો
GCO
For Private And Personal Use Only