________________
Shri Mahavir Jain Aradhana Kendra
‘તો તારે મારું એક કામ કરવું પડશે...'
‘એક નહીં, અનેક!’
‘મારી સાથે એની મુલાકાત ગોઠવી આપવાની છે.’
‘ક્યાં?’
જ્યાં તને ઠીક લાગે ત્યાં...’
મંજરી વિચારમાં પડી ગઈ...
www.kobatirth.org
‘શું વિચારમાં પડી ગઈ?'
‘એને હું અહીં લઈ આવું તો ચાલે?’
‘ચાલે... વધુ અનુકૂળ રહે. પરંતુ કુમારવાસની પાછળના ઉદ્યાનમાં મુલાકાત ગોઠવવાની.'
‘ભલે ગોઠવાઈ જશે.'
‘પણ ક્યારે?’
‘તમે કહો ત્યારે...!'
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘આવતી કાલે સંધ્યાસમયે’
‘સંધ્યાસમયે નહીં, મધ્યાહ્નસમયે હું એને અહીં મારી સાથે ભોજન માટે બોલાવીશ, પછી તરો પરિચય કરાવીશ... ખરેખર તમને જોતાં જ એ તમારા પ્રેમમાં પડી જશે....
'એ જ તો કરવું છે...!'
પણ તમે એના પ્રેમમાં ના પડી જતા...' કહીને મંજરી દોડી ગઈ.
વસુભૂતિએ પોતાનો પ્રયત્ન શરૂ કરી દીધો. મંજરીએ કહ્યા મુજબ અનંગસુંદરીની મુલાકાત વસુભૂતિ સાથે કરાવી દીધી. વસુભૂતિએ તેને એક મૂલ્યવાન હાર પહેરાવી દીધો અને કહ્યું :
‘સુંદરી, તને મેં વસંત ઉત્સવમાં જોઈ હતી, ત્યારથી મારું મન તારા પ્રત્યે આકર્ષાયું છે... તું મને કદાચ નહીં જાણતી હોય...’
શ્રી સમરાદિત્ય મહાકા
‘જાણું છું. તમે કાકંદીના રાજકુમારના અંતરંગ મિત્ર છો... મને મંજરીએ તમારો પરિચય આપ્યો છે...'
‘તો પછી... હવે તને રોજ મળ્યા વિના મારા હૃદયને ચેન નહીં પડે....
‘તમે રોજ મધ્યાહ્ન પછી, ત્રીજા પ્રહરના પ્રારંભે મારા ઘેર આવ્યા કરો. ત્યારે હું એકલી જ ઘરમાં હોઉં છું...'
‘ઘણું સરસ... પણ આપણા પ્રેમની વાત તારે કોઈને કરવાની નહીં...'
‘નહીં કરું... વિશ્વાસ રાખજો.’
વસુભૂતિને એના ઉપાયમાં સફળતા મળતી જતી હતી,
*
For Private And Personal Use Only
GK