________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વસુભૂતિ અનંગસુંદરીના ઘેર જવા લાગ્યો. બે-ચાર દિવસમાં બંને વચ્ચે આત્મીયતા બંધાઈ ગઈ. એક દિવસ અનંગસુંદરીને ઉદાસ બેઠેલી જોઈ, વસુભૂતિએ પૂછ્યું : “સુંદરી, આજે તારું મુખકમલ કરમાયેલું છે. કોઈ ચિંતા? કોઈ દુઃખ? મને કહેવા જેવું હોય તો કહો...'
‘તમને કહીને શું કરવાનું? શું મારું દુઃખ તમારું દુઃખ બનશે? મારી ચિંતા તમારી ચિંતા બની શકશે?”
સુંદરી, તને મારો હજુ જોઈએ તેટલો પરિચય નથી, એટલે તું આમ બોલે છે... અને તારી વાત એક દૃષ્ટિએ સાચી પણ છે! આ દુનિયામાં ગુણવાન પુરુષો વિરલ જ હોય છે... અને બીજાના દુઃખે દુઃખી થનારા પણ થોડા જ પુરુષો હોય છે...'
“વસુભૂતિ, હું તમને એવી થોડા પુરુષોમાંના એક માનું?' “સુંદરી, તારી મૂંઝવણ દૂર કરવા માટે હું અવશ્ય પુરુષાર્થ કરીશ, મારી ઇચ્છા છે કે હું તારું પ્રિય કરું..”
તો હું તમારો જીવનપર્યંત ઉપકાર માનીશ!” બસ? એટલું જ? એમ કહે કે હું તમારી જીવનપર્યત દાસી બનીને રહીશ!'
અનંગસુંદરી શરમાઈ ગઈ. તેનું મુખ લાલ થઈ ગયું. તેની આંખોમાં નેહની ભીનાશ તરી આવી.
કહે, તારી મૂંઝવણ સંકોચ વિના કહી દે.'
અનંગસુંદરી બોલી : “કુમાર, મહારાજા ઇશાનચંદ્રની એકની એક પુત્રી વિલાસવતી છે. એ મારી અનન્ય સખી છે. અમારાં શરીર જ જુદાં છે... આત્મા બંનેનો એક છે. એક પણ વાત એ મારાથી છુપાવતી નથી, હું એનાથી છુપાવતી નથી. જો કે હું તો એની દાસી જ છું.. એની ધાવમાતાની પુત્રી છું. પણ સખીપણામાં ઉચ્ચ-નીચના ભેદ રહેતા નથી... એ મને ખૂબ ચાહે છે, હું એને મારા પ્રાણોથી પણ વધુ ચાહું છું. કુમાર, મારી એ પ્રિય સખી વિલાસવતી છેલ્લા ચાર-પાંચ દિવસથી સૂનમૂન થઈ ગઈ છે... તેના મુખ પર ઉદાસીનતા છવાઈ ગઈ છે... નથી શાન્તિથી ખાતી... કે નથી ઊંઘતી.... સાચું કહું? એના મનમાં એક કામદેવ જેવો યુવાન વસી ગયો છે. એને જોયા પછી જ મારી સખીની આ દશા થઈ છે.. કામવ્યથા સિવાય બીજું કંઇ મને નથી લાગતું.” સુંદરી, દેવો અને દાનવો પણ કામદેવની આજ્ઞાને આધીન થાય છે. તો પછી
ભાગ-૨ # ભવ પાંચમો
For Private And Personal Use Only