________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તારી સખી કોણ છે? એક માનવકન્યા! તે પણ યુવાવસ્થામાં! તે કામપરવશ થાય જ ને...'
તમારી વાત સાચી છે. હું માનું છું... તમે મળ્યા પછી હું પણ એ જ કામાવસ્થા અનુભવી રહી છું... ને? જવા દો આપણી વાત, હું રાજકુમારીની વાત કરું છું. વસંત-ઉત્સવના દિવસે નગરના રાજમાર્ગો પરથી શ્રેષ્ઠ વેષભૂષા કરીને સેંકડો યુવાનો પસાર થતા હતા. રાજકુમારી અને હું - અમે બંને મહેલના ઝરૂખામાં ઊભી હતી. રાજકુમારીએ એક સોહામણા તેજસ્વી યુવાનને જોયો... જોતાંની સાથે જ તેને ગમી ગયો. ને પળનોય વિલંબ કર્યા વિના એની પાસે પડેલી તાજી પુષ્પમાળા એણે એ યુવાન પર નાખી. એ પુષ્પમાળા રાજકુમારીએ પોતે જ ગૂંથેલી હતી.
એ પુષ્પમાળા જેવી પેલા યુવાનના માથા પર પડી. તેવી જ તેણે પોતાના ગળામાં પહેરી લીધી અને ઉપર દૃષ્ટિ નાખી.
બંનેની દૃષ્ટિ મળી. યુવાન ચાલ્યો ગયો. રાજકુમારી એને જતો જોતી રહી. એ દેખાતો બંધ થયો. પછી એ દોડીને પોતાના શયનખંડમાં પ્રવેશી ગઈ. હું પણ એની પાછળ-પાછળ શયનખંડમાં ગઈ. રાજકુમારી ઓશીકા ઉપર પોતાનું મુખ દાબીને પલંગમાં ઊંધી પડી હતી. હું કંઈ ના બોલી. પણ તે દિવસથી માંડીને કુમારીએ હસવાનું, ફરવાનું, વીણાવાદન કરવાનું... વગેરે બધું જ છોડી દીધું છે... મારી સાથે પણ એ બોલતી નથી.... અરે, એની એવી સ્થિતિ થઈ ગઈ છે કે એને જોઈ શકાતી નથી.
એક દિવસ મેં આગ્રહપૂર્વક કહ્યું : “સખી, જો તું તારા મનની વાત મને નહીં કહે તો હું ભોજનનો ત્યાગ કરીશ, સ્નાન નહીં કરું... ને જમીન પર સૂઈ જઈશ...'
મારી વાત સાંભળીને એ મને વળગી પડી, રુદન કરવા લાગી. મને કહેવા લાગી : ના, ના, તું આવું ન કરીશ. મારું દુઃખ મને જ ભોગવવા દે... મારા દુઃખે તું દુઃખી ન થા. એ કોઈ અજાણ્યો... પરદેશી યુવાન... મને આ જનમમાં ક્યાં મળવાનો છે...?”
મેં કહ્યું : “મારી પ્રિય સખી, તું મને માંડીને વાત કર. હું તારી ઇચ્છા પૂર્ણ કરવા પ્રયત્ન કરીશ.” એણે મને બધી વાત કરી. મેં એને આશ્વાસન આપ્યું. “દેવી, તું ચિંતા ન કર. તારા એ સાજનની સાથે તારો સંયોગ કરાવી આપીશ.”
આશ્વાસન આપ્યું, એ યુવાનની મેં મારી સખીઓ દ્વારા તપાસ પણ કરાવી.. છતાં એ યુવાન હજુ સુધી નથી મળ્યો... હું આજે સવારે એની પાસે ગઈ હતી. મેં એને કહ્યું :
સખી હજુ સુધી એ યુવાન મળ્યો નથી..” તે સાંભળીને પલંગમાંથી નીચે ઊતરી. તેનું શરીર પ્લાન... ગ્લાન થઈ ગયું હતું. શ્રી સમરાદિત્ય મહાકથા
S63
For Private And Personal Use Only