________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
નયનાવલીએ પૂછ્યું : ‘સ્વામીનાથ, આ બધું શું છે? અને શું આવતી કાલે જ રાજકુમારનો રાજ્યાભિષેક કરવાનો છે?”
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘હા, મને આવેલા દુઃસ્વપ્નનું આજે નિવારણ કરવાનું છે. આવતી કાલે કુમારનો રાજ્યાભિષેક કરી હું પ્રવજ્યા ગ્રહણ કરવાનો છું. હવે હું ગૃહવાસમાં ક્ષણ પણ શાન્તિથી રહી શકું એમ નથી.’
નયનાવલીની આંખોમાંથી મગરનાં આંસુ ટપકવા માંડ્યાં. મેં કહ્યું : ‘હું પ્રવજ્યા ગ્રહણ કરીને, માતાના અતિ આગ્રહથી થોડો સમય રાજમહેલનાં એકાંત ભૂમિભાગમાં રહીશ. પછી માતાના મનનું સમાધાન કરી... યોગ્ય સમયે ગુરુદેવની પાસે ચાલ્યો જઈશ.’
નયનાવલી ઊંડા વિચારમાં પડી ગઈ. એ કંઇના બોલી. હું પણ મૌન રહ્યો. મારું મન ડંખતું હતું. કૂકડાની મૂર્તિનો વધ કરવાની મેં આપેલી સંમતિથી... પરંતુ માતાના મનનું સમાધાન એ સિવાય થાય એવું પણ ન હતું. મેં મારા મનનું સમાધાન કર્યું : દીક્ષા લઈને પછી પ્રાયશ્ચિત્ત કરી લઈશ...'
મારી માતા યશોધરા, લોટનો બનાવેલો કૂકડો લઈને મારી પાસે આવી. મને કહ્યું : ‘વત્સ, કલાકારે કેવો સરસ કૂકડો બનાવી આપ્યો? ઊભાં ઊભાં જ બનાવરાવી લીધો! સાક્ષાત્ જીવતો લાગે છે ને? ચાલો, હવે આપણે કુળદેવતા પાસે જઈએ.'
અમે કુળદેવતા પાસે ગયાં. માતાએ એ કૂકડાની મૂર્તિ દેવતાની આગળ સ્થાપિત કરી, મને કહ્યું : ‘વત્સ, તું સ્નાન કરીને, રક્તવર્ણનું અધોવસ્ત્ર અને ૨ક્તવર્ણનું ઉત્તરીય પહેરીને જલ્દી આવ, તલવાર પણ લઈને આવ.’
જેમ માતા કહેતી ગઈ તેમ હું કરતો ગયો. નાહીને, રક્તવર્ણનાં વસ્ત્રો પહેરી, તલવાર લઈને ઉપસ્થિત થયો. માતાએ કુળદેવતાને પ્રાર્થના કરી.
‘હે ભગવતી કુળદેવી! મારા પુત્ર સુરેન્દ્રદત્તે જે દુઃસ્વપ્ન જોયું, તે સ્વપ્નના દોષનો નાશ કરવા માટે, મૃત્યુનું નિવારણ કરનાર આ કૂકડાની મૂર્તિ આપને ધરાવીએ છીએ. મારો પુત્ર તારી સામે બલિદાન આપશે. હે દેવી, એના શરીરની તું રક્ષા કરજે... એના ઉપર તારી કૃપા વરસાવજે ...’
માતાએ મને સંકેત કર્યો વધ કરવાનો. મેં કૂકડાનો ત્યાં વધ કરી નાખ્યો... મારું શરીર ધ્રૂજી ઊઠ્યું. મારા હાથમાંથી તલવાર ભૂમિ પર પડી ગઈ... મને મૂર્છા આવવા લાગી. હું પણ આંખો બંધ કરીને જમીન પર બેસી ગયો.
५१४
માતાએ કહ્યું : ‘વત્સ, ઢીલો ના થઈ જા. હવે સ્વસ્થ બનીને દેવીનું પૂજન કર.' મેં પૂજન કર્યું. પછી માતાએ કહ્યું :
‘હવે તારે માંસભક્ષણ કરવું પડશે!'
For Private And Personal Use Only
ભાગ-૨ ભવ ચોથો