________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રત્નોનો થાળ ભેટ આપ્યો. રાજાએ ધરણને, વેપાર કરવાની પરવાનગી આપી.
ધરણે પોતાનો માલ વેચવા માંડ્યો. એનો ધંધો ખૂબ સારો ચાલવા લાગ્યો. બીજી બાજુ લક્ષ્મી ધરણને કેવી રીતે મારવો, એની ગડમથલ કરવા લાગી.
ઝેર આપીને મારી નાખું તો? હું એને રોજ સવારે સાકર, બદામ, પીસ્તા નાખીને દૂધ આપું છું. એ તરત જ પી જાય છે. પરંતુ.. એ મરી જાય... પછી આ પરદેશમાં હું એકલી પડી જાઉં... આટલી બધી સંપત્તિને હું કેવી રીતે સાચવી શકું? કદાચ કોઈને ખબર પડે.. તો મને મારીને, બધી સંપત્તિ લઈ જાય.. કદાચ મને મારે નહીં.. તો પણ હું દરિદ્ર બની જાઉં.... ના, ના, હમણાં એને મારવો નથી.
પણ હું એને ગમે ત્યાં ગમે ત્યારે મારીશ... ત્યારે આમ જ બનવાનું ને? મારે હિંમત કરવી જોઈએ... પરંતુ હિંમતની સાથે સાથે મારે સાર્થના જ કોઈ યુવાનને મારા મોહમાં ફક્સાવવો જોઈએ.. કે જેથી, આ ધરણના મૃત્યુ પછી, હું એના સહારે જીવી શકું અને સ્વચ્છંદપણે વૈષયિક સુખો ભોગવી શકું.'
તેણે સાર્થના એક યુવાન સાથે પરિચય વધાર્યો. ધરણને ખબર ના પડે, એ રીતે એને સોનામહોરો આપવા માંડી. પેલો યુવાન લક્ષ્મીને વધુ ને વધુ ચાહવા લાગ્યો.
એક દિવસ લક્ષ્મીએ પોતાની યોજના યુવાનને કહી દીધી. પેલો ચમક્યો. એને લક્ષ્મીની ચાલનો ખ્યાલ આવી ગયો. એના મનમાં ધરણ માટે પ્રેમ હતો, ધરણની પરોપકારની ભાવના અને પરોપકારનાં કામ જોયાં હતાં. જ્યારે પલ્લીપતિ કાલસેનને ધરણે સાર કર્યો હતો ત્યારે આ યુવાન ધરણની સાથે હતો. ચાંડાલપુત્રને બચાવ્યો ત્યારે પણ આ યુવાન હાજર હતો. એવા ધરણને પ્રયોજન વિના મારવાની વાત, યુવાનને ગમી નહીં. તેણે લક્ષ્મીને પૂછ્યું :
પ્રિયે, ધરણને મારવાનું કોઈ પ્રયોજન?” “મને એ ગમતો નથી, એ જ પ્રયોજન.'
ધરણ ગમતો નથી? એના જેવો ગુણવાન અને પરોપકારી પુરુષ, સાર્થમાં બીજો કોઈ નથી.. વળી રૂપવાન પણ છે... એવો પતિ નહીં ગમવાનું કોઈ કારણ? એનો જોઈએ એટલો પ્રેમ મને નથી મળતો...” તેં એને કહ્યું હશે ને?”
ઘણું કહું છું, પરંતુ એ એના ધંધામાં જ રચ્યોપચ્યો રહે છે. દિવસે ધંધો અને રાત્રે થાક્યો-પાક્યો આવીને, જમીને ઊંઘી જાય છે... મારી સાથે એકાદ ઘડી વાતો પણ કરતો નથી... આવા પતિની સાથે મારું યૌવન કેવી રીતે વિતાવી શકાય? હું મારું યૌવન નિષ્ફળ કરવા નથી ઈચ્છતી માટે તારી સાથે મેં પ્રેમ કર્યો છે....”
ભલે, પ્રેમ કરીએ. પણ ધરણને મારવાની વાત ભૂલી જા.'
099
ભાગ-૨ # ભવ છેઠો
For Private And Personal Use Only