________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મને ચોરી-છૂપીથી પ્રેમ કરવો ગમતો નથી. એનો કાંટો દૂર થઈ જાય... પછી આપણે બે પ્રેમના મુક્ત ગગનમાં ઊડીશું. આટલી બધી સંપત્તિ પછી આપણી થઈ જશે... તારે જીવનમાં કમાવાની જરૂર નહીં પડે...”
હું વિચારીને તને કાલે કહીશ.' ભલે, કાલે કહેજે, પરંતુ કામ હું કહું, તે કરવાનું છે. મને વચન આપ...” તું જે કામ ઈચ્છે છે, એ અંગે મારે વિચારવું પડશે...'
૦ ૦ ૦ યુવાન ચાલ્યો ગયો. પણ એના મનમાં ભારે ગડમથલ શરૂ થઈ ગઈ. “આ સ્ત્રી જો આવા ધરણ જેવા પતિને પણ મારવાની વાત કરે છે. તો ક્યારેક એ મને પણ મારી શકે! હું ધરણ જેવો રૂપવાન પણ નથી. ધરણ જેવો પરાક્રમી પણ નથી.... એનો સ્વાર્થ પતે.. પછી એ ડાકણનું રૂપ કરી શકે. મારે એના મોહપાશમાંથી છૂટવું જોઈએ. એટલું જ નહીં, ધરણને પણ સાવધાન કરી દેવો જોઈએ. પરંતુ ધરણને હું કેવી રીતે વાત કરું?” યુવાન મૂંઝાયો. તે ધરણ પાસે ગયો. તેણે કહ્યું : "કુમાર, મારો વેપાર પૂરો થઈ ગયો છે. મારી ઈચ્છા જલદી ઘરે પહોંચવાની છે. કોઈ સાર્થ જતો હોય...'
અરે કુશળ, તારો વેપાર થઈ ગયો, ભલે થઈ ગયો. મારો વેપાર હજુ ચાલુ છે. તું મારી સાથે જોડાઈને, મને ઉપયોગી થા... આપણે પણ હવે જલદી સ્વદેશ તરફ પ્રયાણ કરવું જ છે...” કુશળ ના કહી શક્યો... લક્ષ્મીની વાત કહેવા એની જીભ જ ના ઊપડી.
કુશળ ધરણની હવેલીમાં જવાનું બંધ કર્યું. લક્ષ્મીને બીજો કોઈ ઉપાય ના જડ્યો... તે સમસમીને બેસી રહી.
0 0 0 ધરણે અઢળક ધન ઉપાર્જન કર્યું. એક ક્રોડ સોનામહોરો કમાઈ લીધી.
સ્વદેશમાં વેપાર કરવા માટે જે માલ લેવા જેવો હતો, તે ખરીદી લીધો. પોઠો ભરી ગાડાં ભર્યા.
નગરમાં રહેલા પોતાના સાર્થના માણસોને ભેગા કર્યા અને કહ્યું : “ભાઈઓ, આપણે અહીં ઘણું કમાયા, છતાં તમારામાંથી કોઈ ના કમાયું હોય તો મને કહેજો. હું તેમને લાખ લાખ સોનામહોરો આપીશ.... આપણે આવતી કાલે સવારે સ્વદેશ તરફ પ્રયાણ કરવાનું છે.”
( ૬ ક
શ્રી સમરાદિત્ય મહાકથા
૮૭
For Private And Personal Use Only