________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[l[૧૮
ઘન-સંપત્તિથી પરિપૂર્ણ, ધરણનો સાર્થ “કાદંબરી' નામની અટવામાં આવી પહોંચ્યો. કાદંબરી અટવીમાં હજારો આમ્રવૃક્ષો તથા ચંદનનાં વૃક્ષો હતાં. હજારો સિંહ-વાઘ-ભેંસમ્બળદ અને હરણ વગેરે પશુઓ હતાં. વૃક્ષો પર વાનરોનાં ટોળાંઓ કિકિયારીઓ કરી રહ્યાં હતાં. પક્ષીઓનો કલરવ થઈ રહ્યો હતો. સિંહની ગર્જનાઓ હતી. મદોન્મત્ત હાથીઓનાં ટોળાં યથેચ્છ ભ્રમણ કરતાં હતાં. કાદંબરી અટવીને એક પર્વતમાળાએ બે ભાગમાં વહેંચી નાખી હતી. અટવીના મધ્ય ભાગમાં નિર્મળ જળથી ભરેલું એક સરોવર હતું. ધરણકુમારે, એ સરોવરના કિનારે સાર્થનો પડાવ નાખ્યો હતો. સાર્થના લોકોએ સરોવરમાં સ્નાન કર્યું. સંધ્યાકાલીન ભોજન કર્યું અને સહુ સ્વસ્થ બન્યા.
રાત્રિ અહીં અટવીમાં જ પસાર કરવાની હતી, એટલે ચારે દિશામાં યોગ્ય સ્થાનોમાં રક્ષકોની ચોકીઓ સ્થાપિત કરી દીધી. રક્ષકો શસ્ત્રસજ્જ બની, સાર્થની રક્ષા માટે. ગોઠવાઈ ગયા. ધરણકુમાર વગેરે સહુ નિશ્ચિત બની, નિદ્રાધીન બન્યા..
રાત્રિના ત્રણ પ્રહર નિર્વિઘ્ન પસાર થઈ ગયા, પરંતુ ચોથો પ્રહર શરૂ થતાં જ ભીલ-ડાકુઓ સાર્થ પર તૂટી પડ્યા. સર્વ પ્રથમ તેમણે રક્ષકોને પકડી લીધા. કેટલાકને ઘાયલ કરી દીધા.... અને પછી મારો લૂંટી લો...' ના પોકારો પાડતા સાર્થ ઉપર ત્રાટક્યા. સ્ત્રીઓ રુદન કરવા લાગી. પરંતુ સાર્થના પુરુષો સફાળા જાગી ગયા. ધરણ પણ જાગી ગયો. દરેક પુરુષની પાસે શસ્ત્ર તો રહેતું જ હતું. શસ્ત્ર લઈને, પુરુષોએ બહાદુરીથી ભીલોનો સામનો કરવા માંડ્યો. ખૂબ વીરતાથી લડીને, તેમણે ભીલના ટોળાને ભગાડી મૂક્યું. પરંતુ લડાઈમાં સાર્થના ઘણા માણસો મરી ગયા.
ભીલો ફરીને એકત્રિત થયા. ફરીથી તેમણે સાર્થ પર આક્રમણ કરી દીધું. એ વખતે લક્ષ્મી ધરણની પાસે આવી, વળગી પડી. “નાથ, મને ખૂબ ભય લાગે છે. મને અહીંથી દૂર લઈ ચાલો.”
ધરણે વિચાર્યું : “હવે અત્યારે ડાકુઓ વધારે છે, અમે થોડા છીએ. અવશ્ય હારવાના... પછી એ ડાકુઓ સ્ત્રીઓ પર પણ હુમલો કરે તો? ધન-સંપત્તિ લઈ જાય ભલે લઈ જાય, પરંતુ મારે લક્ષ્મીને લઈને, અહીંથી ભાગી છૂટવું જોઈએ.”
ધરણે લક્ષ્મીને કહ્યું : “દેવી, ચિંતા ના કર. હું જીવું છું. ત્યાં સુધી તારો વાળ પણ વાંકો નહીં થવા દઉં, ચાલ, આ ઉત્તર દિશા તરફ જઈએ.' ધરણે હાથમાં ધનુષ્ય૮૬૮
ભાગ-૨ # ભવ છઠુઠો
For Private And Personal Use Only