________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બાણ લીધાં અને ભીલોની નજર ના પડે, એ રીતે એ સાવધાનીથી ઉત્તર દિશા તરફ ચાલ્યો ગયો. લક્ષ્મીને કહ્યું : ‘ભીલો આ બાજુ પ્રાયઃ નહીં આવે.' ઉત્તર દિશામાં એ આગળ વધ્યો...
બીજી બાજુ ભીલોએ સાર્થના પુરુષને ઘેરી લઈ, દોરડાંથી એ બધાને બાંધી લીધા. બધી જ ધન-સંપત્તિ પર કબજો કરી તેનાં પોટલાં બાંધ્યાં. ભીલ-ડાકુઓએ એ પોટલાં ઉપાડી લીધાં અને પોતાની પલ્લી તરફ ચાલ્યા. હર્ષની ચિચિયારીઓ થવા લાગી.
ભીલ-ડાકુઓ એમના સેનાપતિ પલ્લીપતિ કાલસેનની પાસે આવ્યા. લૂંટનો બધો જ માલ પલ્લીપતિની સામે મૂકી દીધો અને બંધક પુરુષોને સામે ઊભા કરી દીધા. ડાકુઓએ કહ્યું : ‘અમે આજે એક સાથે લૂંટ્યો અને સાર્થના આટલા પુરુષોને બંધક બનાવ્યા છે.’
કાલસેને પૂછ્યું : ‘તમે કોનો સાર્થ લૂંટ્યો? ક્યાંથી આવતો હતો એ સાર્થ’ ભીલોએ કહ્યું : ‘અમે જાણતા નથી.’
કાલસેને બંધક પુરુષો સામે જોયું : ‘તેઓમાં એને એક પુરુષ પરિચિત લાગ્યો. ‘આ પુરુષને મેં (ધરણ) સાર્થવાહની સાથે જોયેલો છે... જોકે હું એ મારા ઉપકારી સાર્થવાહનું નામ ભૂલી ગયો છું. પણ જ્યારે સિંહે મારું માથું ફાડી નાખ્યું હતું ત્યારે એણે કોઈ ઔષધપ્રયોગથી મને મરતાં બચાવ્યો હતો...' કાલસેને એ પુરુષને પૂછ્યું.
‘હે ભદ્ર, મેં તને જોયેલો છે. તું સાર્થવાહની સાથે પૂર્વ આ પલ્લીમાં આવેલો? જ્યારે એ સાર્થવાહે... ઔષધપ્રયોગ કરી મને બચાવેલો?'
એ પુરુષે કહ્યું : ‘હે પલ્લીપતિ, એ ધરણ સાર્થવાહની સાથે હું આવેલો.’ કાલસેન એ પુરુષને ભેટી પડયો.
‘ભદ્ર, તારું નામ?’
‘સંગમ.’
‘સંગમ, એ સાર્થવાહ ક્યાં છે?’
સંગમની આંખમાં આંસુ ધસી આવ્યાં. તેણે કહ્યું : ‘હું જાણતો નથી. જ્યારે સાર્થ ઉપર હુમલો થયો ત્યારે મેં તેઓને ધનુષ્ય-બાણ લઈ, ભીલસૈનિકો તરફ દોડતા જોયા હતા... પછી તો અમને બંધક બનાવવામાં આવ્યા. તેઓને મેં જોયા નથી...’
‘અરે... આ સાથે એ ઉપકા૨ી મહાનુભાવનો હતો? મેં જાણ્યું નહીં... મારા સૈનિકોએ એના સાર્થ પર હુમલો કરીને, લૂંટ ચલાવી... ખરાબ કામ થઈ ગયું... મારી અધમતાની હદ આવી ગઈ...' કાલસેન રડી પડ્યો. મૂર્છિત થઈ, જમીન પર શ્રી સમરાદિત્ય મહાકથા
ti
For Private And Personal Use Only