________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પડી ગયો. ભીલસેવકોએ વલ્કલના પંખાથી પવન નાખ્યો અને એના મુખ પર પાણી છાંટયું. થોડી વાર પછી, તે ભાનમાં આવ્યો. તેણે સૈનિકોને પૂછુયું : “અરે સાથીઓ, તમે સાર્થમાં કોઈને મારી નાખ્યા છે ખરા?”
ના સરદાર, અમે કોઈના પ્રાણ લીધા નથી, પરંતુ શસ્ત્રોના પ્રહારો કર્યા છે.' કાલસેને ફરીથી બધા જ બંધકોને ધારીધારીને જોયા. તેમાં ધરણને ના જોયો. તેણે સાથીદારોને આજ્ઞા કરી : “લૂંટનો બધો જ માલ-સામાન એક બાજુ મૂકી દો, તેને ઢાંકી દો - અને આ બધા જ બંધકોને મુક્ત કરી દો. તેઓમાં જેઓ ઘાયલ થયેલા છે, તેમને પાટાપીંડી કરો, ઔષધ આપો.'
સાર્થના પુરુષોને કહ્યું : “હે મહાનુભાવો, બહુ જ લજ્જાજનક કામ મારાથી થઈ ગયું છે. હું ધરણને શોધી લાવવા મારા સાથીદારોને મોકલું છું. તમે અહીં નિર્ભય બનીને રહો. સાર્થનો બધો જ માલસામન, તમને પાછો મળી જશે.”
કાલસેને ધરણાને શોધવા, ભીલોને ચારે દિશામાં મોકલી દીધા. પોતે પણ ધરણને શોધવા નીકળી પડ્યો.
એક પ્રહર સુધી ધરણની શોધ કરવા છતાં ધરણ ના મળ્યો. શોધ કરવા ગયેલા બધા ભીલો પાછા પલ્લીમાં આવી ગયા. પલ્લીપતિ પણ નિરાશ વદને પાછો આવ્યો. તે ખૂબ જ વ્યથિત થયો. તેણે ભીલોને અને સાર્થના પુરુષોને કહ્યું : “જેમ સર્પને દૂધ પાયું હોય, તેનું ઝેર થાય છે, તેમ સજ્જન પુરુષો દુર્જન ઉપર ઉપકાર કરે, તેનું ફળ અશુભ જ આવે છે. આ ધરણ સાર્થવાહે મને, મારી પત્નીને અને મારા પુત્રને મરતાં બચાવ્યાં. અમારા પ્રાણોની રક્ષા કરી... ત્યારે મેં એની સાથે વિપરીત આચરણ કર્યું... ઘોર અકાર્ય કર્યું... વધુ શું કહું? પરંતુ હું પ્રતિજ્ઞા કરું છું કે : “પાંચ દિવસમાં જો હું ધરણને શોધી ના કાઢું તો અગ્નિ-ચિતામાં પ્રવેશ કરીશ.'
ત્યાર પછી પલપતિએ કાદંબરી અટવીની કુળદેવીની માનતા માની : “હે કુળદેવી, જો હું મહાનુભાવ ધરણનાં દર્શન કરીશ તો હે ભગવતી, દશ પુરુષોનું હું બલિદાન આપીશ.'
તેણે પાંચ દિવસ ચાલે એટલું ભાતું તૈયાર કરાવ્યું. પુનઃ ધરણની શોધ માટે, પોતાના સાથીઓને ભાતું આપી ચારે દિશામાં રવાના કર્યા અને પોતે પણ ભાતું લઈને, રવાના થયો.
સાર્થના પુરુષો પલ્લીપતિના ધરણ પ્રત્યેના અનુરાગથી આશ્ચર્યચકિત થઈ ગયા. સંગમે કહ્યું : “પલ્લીપતિમાં કૃતજ્ઞતાનો ગુણ કેવો ખીલેલો છે? ધરણના ઉપકારોને તે ભૂલ્યો નથી. ઉપકારનો બદલો વાળવા માટે તે કેટલો તત્પર છે!
૮૭૦
ભાગ-૨ # ભવ છઠ્ઠુંઠો
For Private And Personal Use Only