________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કશળ કહ્યું : “તેણે કેવી કઠોર પ્રતિજ્ઞા કરી? પાંચ દિવસમાં જો સાર્થવાહ નહીં મળે તો અગ્નિસ્નાન કરશે..”
આ લોકો વચનપાલનમાં દઢ હોય છે... ભલે તેઓ લૂંટફાટ કરતા હોય... પરંતુ એમનામાં કેટલાક વિશેષ ગુણો હોય છે. આ પલ્લી પતિની જગ્યાએ આપણે હોઈએ તો? શું કરીએ આપણે?' સંગમે કહ્યું.
આપણે આ કર્યું ને? પલ્લીપતિ અને એના સાથીઓ આપણા સાર્થવાહને શોધવા ગયા... આપણે અહીં બેસી રહ્યા...” કુશળ દુઃખી હૃદયે, વાત કરી.
એણે આપણી પણ કેવી કાળજી લીધી? જેને જેને વાગ્યું હતું, શસ્ત્ર-પ્રહાર થયા હતા, તેમને પાટાપીંડી કરી.. આ બધું ધરણના જ પ્રતાપે ને?' એક આધેડવયના પુરુષે કહ્યું.
સાચી વાત છે તમારી. બધો પ્રતાપ સાર્થવાહનો જ છે. હું સ્વદેશ પાછો નહોતો વળવાનો... તો સાર્થવાહે મને કહ્યું : “ભલે તમે કમાયા નથી, હું તમને લાખ સોનામહોર આપીશ. તમે ચાલો. તમારાં બાળકો અને તમારી પત્ની તમારા વિના કેટલાં દુઃખી થતાં હશે?' મારા પરિવારની ચિંતા સાર્થવાહ કરી.' ‘તમારી જ નહીં, ઘણાની ચિંતા એમણે કરી છે. એ તો દેવ છે દેવ..”
પલ્લીપતિને સાર્થવાહ મળી જાય તો બહુ સારું. નહીંતર મોટો અનર્થ થશે અહીં...'
મળી જશે સાર્થવાહ પલ્લીપતિની શુદ્ધ ભાવના છે ને! અને સાર્થવાહ દીધે આયુષ્યવાળા છે. પુણ્યશાળી છે... ધર્માત્મા છે. એમણે કોઈનું બગાડ્યું નથી, તો એમનું ના જ બગડે.”
0 ૦ ૦ ધરણ લક્ષ્મીની સાથે “શિલિન્દ્ર' નામના પર્વત પાસે પહોંચ્યો હતો. તે બંને પહાડ પર ચઢવા લાગ્યાં. પર્વત ખૂબ વિકટ હતો. ધરણે લક્ષ્મીનો હાથ પકડ્યો હતો. ચઢતાં ચઢતાં બંને થાકી ગયાં. તેમાંય લક્ષ્મી અત્યંત થાકી ગઈ હતી. તેના શરીરે પરસેવો વળી ગયો હતો. ધરણને લક્ષ્મીની આવી અવદશા જોઈને, ખેદ થયો. તેણે લક્ષ્મીને કહ્યું :
દેવી, તે અત્યંત થાકી ગઈ છે... છતાં મારી સાથે ચાલી રહી છે... મારા કારણે તારે કેટલાં બધાં કષ્ટ સહેવાં પડે છે?'
લક્ષ્મી બીજા જ વિચારોમાં લીન હતી, ધરણની વાત સાંભળીને, તેણે કહ્યું : સ્વામીનાથ, મારા કારણે આપને આટલાં બધાં કષ્ટ સહવાં પડે છે... જો હું સાથે ના
શ્રી સમરાદિત્ય મહાકથા
૮
.
For Private And Personal Use Only