________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હોત તો આપ સાર્થને બચાવવા દોડ્યા હોત. સાર્થનું શું થયું હશે?
ધરણને લક્ષ્મીના ઉત્તરથી આનંદ થયો, પરંતુ લક્ષ્મીના મનના ભાવ જુદા જ હતા. તે વિચારતી હતી : ‘ભલે મારા કારણે તો મારા કારણે સહી, એને ખૂબ કષ્ટ સહેવું પડે છે, તેનો મને આનંદ છે. એ ભીલોની સાથે લડતાં લડતાં મરી ગયો હોત તો મને અત્યંત આનંદ થાત...'
ધરણે લક્ષ્મીને કહ્યું : “તું આ પથ્થરશિલા પર બેસ, હું જો મળે તો થોડાં ફળ અને પાણી લઈ આવું.” લક્ષ્મીને બેસાડી, ધરણ પાણી અને ફળ શોધવા ગયો. આસપાસ એણે તપાસ કરી, પરંતુ ન મળ્યું પાણી કે ના મળ્યાં ફળ. તે નિરાશ થઈને, પાછો લક્ષ્મી પાસે આવી ગયો. લક્ષ્મીએ કહ્યું : “નાથ, તમે ચિંતા ના કરો. આજે મને પાણી અને ફળ નહીં મળે તો ચાલશે. પરંતુ હવે આપણે કોઈ સારી જગ્યા શોધીને, રાતવાસો કરીએ. હવે મારાથી ચલાશે નહીં. હું ખૂબ જ થાકી ગઈ છું.”
પહાડમાં જંગલી પશુઓની ભરમારી હતી એટલે ખૂબ જ સુરક્ષિત જગ્યાએ રાતવાસો કરવો પડે એમ હતો. ધરણે એવી જગ્યાની તપાસ કરી. પહાડની એવી ગુફા મળી ગઈ કે એમાં પ્રવેશ કર્યા પછી પથ્થરથી એ ગુફાનું દ્વાર બંધ કરી શકાય. પહેલા ધરણે ગુફામાં જઈને જોયું કે અંદર કોઈ પશુ નથી ને? મનુષ્ય હોવાની તો કોઈ શક્યતા જ ન હતી. ત્યાર પછી તેણે લક્ષ્મીને અંદર બોલાવી. પથ્થરથી દ્વાર બંધ કર્યું. અંદર બંને એક મોટી શિલા પર સૂઈ ગયાં. રાત્રિમાં તેમને કોઈ જ ઉપદ્રવ ના થયો. પ્રભાતે તેઓ ગુફામાંથી બહાર નીકળ્યાં અને પહાડ પર ચાલવા લાગ્યાં. વચ્ચે વચ્ચે વિશ્રામ કરતાં તે બંને આગળ વધવા લાગ્યાં... નથી મળતું પાણી, નથી મળતાં ખાવા યોગ્ય ફળો.
ત્રણ પ્રહર દિવસના પસાર થઈ ગયા હતા. અને એક વટવૃક્ષ નીચે લક્ષ્મી ઢળી પડી. મૂચ્છિત થઈ ગઈ. તેનું વદન કરમાઈ ગયું હતું... તે જાણે ચેતનાહીન થઈ ગઈ. ધરણનું ચિત્ત અત્યંત વ્યગ્ર થઈ ગયું. તેની આંખોમાં આંસુ આવી ગયાં. તેણે આસપાસ જોયું. દૂર દૂર નજર નાખી, કોઈ જ મનુષ્ય દેખાતો ન હતો, તે લક્ષ્મી પાસે બેઠો. ધીરે ધીરે એનું શરીર દબાવવા માંડ્યું. તેનું મસ્તક પંપાળવા માંડ્યું. શીતલ પવન વહેવા લાગ્યો. લક્ષ્મીએ આંખો ખોલી.. ધરણ સામે જોયું. અસ્કૂટ શબ્દોમાં તે બોલી : “મને ઘણી જ તરસ લાગી છે. પાણી.. પાણી... પાણી..”
ધરણે લક્ષ્મીને કહ્યું : “દેવી, થોડી ધીરજ રાખ. હું પાણીની તપાસ કરું છું. તું અહીં જ રહેજે.'
ધરણ એક વૃક્ષ પર ચઢયો. તેણે દૂર અને નજીક દૃષ્ટિ નાખી પરંતુ ન દેખાયું
૮૭૨
ભાગ-૨ ૨ ભવ છઠૂંઠો
For Private And Personal Use Only