________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
કોઇ સરોવર કે ન દેખાઇ કોઇ નદી. એક ઝરણું પણ જોવા ના મળ્યું. તે ઝાડ પરથી નીચે ઊતર્યો... તેનું મન ગ્લાનિથી ભરાઇ ગયું. તેણે વિચાર્યું : ‘હવે આ લક્ષ્મી જીવી નહીં શકે... અરે ભગવાન, હું કેવી ભયાનક સ્થિતિમાં મુકાઇ ગયો?' તે આસપાસ નિરાશ વદને ફરવા લાગ્યો.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તેની નજર એક વનસ્પતિના છોડ પર પડી. ધરણ વનસ્પતિઓને ઓળખતો
હતો. તે એ છોડ પાસે ગયો. આ ‘તુવરòિયા' નામની વનસ્પતિ લાગે છે.
>
તે ‘તુવરઠિયા’ વનસ્પતિના પ્રભાવને પણ જાણતો હતો. ‘આ વનસ્પતિના રસમાં મનુષ્યનું લોહી પડે તો તે પાણી થઇ જાય... ' તેણે વિચાર્યું : ‘હવે લક્ષ્મીને જિવાડવાનો આ એક જ ઉપાય છે... કે હું પર્ણોના પડિયામાં, મારું લોહી કાઢું અને તેમાં આ ‘તુવરરિયા' વનસ્પતિ નાખી, તેનું પાણી બનાવીને લક્ષ્મીને પાઉં. આના સિવાય, બીજો કોઇ ઉપાય દેખાતો નથી. નથી અહીં કોઇ સરોવર દેખાતું કે કોઇ નાનું ઝરણું પણ દેખાતું નથી... એ બિચારી પાણી વિના, મૃત્યુના આરે બેઠેલી છે. મારે એને બચાવવી જ જોઇએ. એના વિના મારું જીવન અર્થ વિનાનું છે... વળી, આટલું લોહી શરીરમાંથી કાઢવાથી, કંઇ હું મરી જવાનો નથી. હા, હું એને ક્યારેય આ વાત નહીં કરું કે મેં મારા લોહીનું પાણી બનાવીને, તને પાયું હતું!’ મારી પાસે છરી છે. તેનાથી ઘા કરીશ અને સંજીવની ઔષધ છે, તેનાથી ઘાને રુઝાવી દઇશ.
આ પાણીથી તેની તૃષા શાન્ત થશે, અને મારા સાથળનું માંસ કાપીને, અગ્નિમાં તેને પકાવીને, તેને ખાવા માટે આપીશ. તેથી તેની ક્ષુધા શાન્ત થશે. તેને કહીશ કે - દૂર અગ્નિમાં એક સસલું ભુંજાઇ ગયેલું પડ્યું હતું. તેનું આ માંસ છે... માટે ખાઇ જા. એના પ્રાણ ટકી જશે... મને એ અત્યંત પ્રિય છે. એના જીવન વિના મારું જીવન ટકી જ ના શકે... '
શ્રી સમરાદિત્ય મહાકા
ધરણે જે પ્રમાણે વિચાર્યું એ જ પ્રમાણે કર્યું. લોહીનું પાણી બનાવીને, લક્ષ્મીને પાયું અને પોતાના સાથળનું માંસ પકાવીને, એને ખવડાવ્યું. લક્ષ્મી સ્વસ્થ થઇ. અલ્પ સમય ત્યાં વિશ્રામ કર્યો અને પછી ત્યાંથી આગળ ચાલવા માંડ્યું.
ધરણના ખભા પર હાથ મૂકીને, લક્ષ્મી ધીરે ધીરે પહાડ ઉપર ચાલતી હતી. તેના ચિત્તમાં ધરણ માટે કોઇ જ સારો વિચાર આવતો ન હતો... ક્યાંથી આવે? ધરણના જીવ પ્રત્યે એના હૃદયમાં વેરનાં ઊંડા મૂળ પડેલાં હતાં. તીવ્ર કષાય પડેલાં હતાં. તેના દુષ્ટ વિચારોમાં પ્રેરક તત્ત્વ એ કષાયો હતા.
For Private And Personal Use Only
693