________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Y૧૨૯]
પહાડ ઊતરીને તેઓ ઉત્તર દિશામાં ચાલ્યા. એ દિશામાં એમને કોઇ, સામે દેખાતું હતું. સૂર્યાસ્ત થવાની તૈયારી હતી. તેઓ ઝડપથી ચાલવા લાગ્યાં... તેઓ જે ગામના પાદરે પહોંચ્યા, તે ગામનું નામ “મહાશર’ હતું.
અંધારું પૃથ્વી પર ઊતરી આવ્યું હતું એટલે ધરણે ગામની બહાર, યક્ષમંદિરમાં રાત્રિ પસાર કરવાનો વિચાર કર્યો. તેણે લક્ષ્મીને કહ્યું : “આપણે રાત્રિ આ યક્ષમંદિરમાં પસાર કરી, સવારે ગામમાં જઇશું.” લક્ષ્મીએ હા પાડી. તેના મનમાં તો એક જ વાત ઘુમરાતી હતી કે ધરણને વધુમાં વધુ કષ્ટ પડે... અને અવસર મળતાં, એ એને મારી શકે.
એક પ્રહર સુધી, બંનેએ વાતો કરી, “સાર્થનું શું થયું હશે? સાર્થના માણસોનું શું થયું હશે? સાર્થની કરોડોની સંપત્તિનું શું થયું હશે?' ધરણે લક્ષ્મીને કહ્યું : “આ બધા ભાગ્યના ખેલ છે. ભાગ્ય રંકને રાજા બનાવે છે. ભાગ્ય રાજાને રંક બનાવે છે. આપણે શા માટે ચિંતા કરવી? ભાગ્ય જ્યાં લઈ જાય ત્યાં જઇશું... અને અવસર મળે પુરુષાર્થ પણ કરીશું.'
ધરણે લક્ષ્મીને કહ્યું : “તું પહેલા સૂઇ જા. હું જાગતો બેઠો છું. છેલ્લા પ્રહરમાં હું તને જગાડીશ... અને હું સૂઈ જઈશ.” લક્ષમી ઘસઘસાટ ઊંઘી ગઈ. ધરણ જાગતો રહ્યો. થોડી વાર મંદિરમાં આંટાફેરા મારતો તો થોડી વાર મંદિરનાં ઓટલાં પર બેસી, આકાશ તરફ જઇ રહેતો. એને ચિંતા હતી લક્ષ્મીની, “કોઇ પણ ઉપાયે લક્ષ્મી હેમખેમ સ્વદેશ પહોંચી જાય એટલે બસ. મારી સાથે એને કેટલાં બધા કષ્ટ સહન કરવા પડે છે? મને એટલું જ દુઃખ છે. સવારે અમે ગામમાં જઇશું. ત્યાં જઇને હું એવી કોઈ વ્યવસ્થા ગોઠવીશ કે જેથી સરળતાથી સ્વદેશ જઈ શકાય. ભલે મારી કમાયેલી સંપત્તિ ચાલી ગઇ... અમે જીવતાં રહ્યાં અને જીવતાં ઘરે પહોંચીશું, એ પણ ઘણું છે. ભલે મારી અને દેવનંદીની શરતમાં હું હારી જઇશ અને દેવનંદી જીતી જશે. મને એ વાતનું દુ:ખ નથી. લક્ષ્મીને ઘરે પહોંચાડી હું ફરીથી વિદેશયાત્રા પર નીકળી પડીશ. ભાગ્યને ફરી અજમાવીશ. નિરાશ થઇને, ઘરના ખૂણામાં ભરાઇ રહેવું નથી.'
આવા અનેક વિચારોમાં રાત્રિના ત્રણ પ્રહર પસાર થઈ ગયા. ચોથો પ્રહર શરૂ થઇ ગયો. ધરણે લક્ષ્મીને જગાડી. લક્ષ્મી જાગી. ધરણે કહ્યું : “લક્ષ્મી, હવે તું જાગજે. એક પ્રહર હું ઊંઘી જાઉં છું. પ્રભાતે આપણે ગામમાં જઇને, ખાવા-પીવાની વ્યવસ્થા કરીશું.' ૮૭૪
ભાગ-૨ # ભવ છઠ્ઠુંઠો
For Private And Personal Use Only