________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધરણ સૂઇ ગયો. તેને ઘસઘસાટ ઊંઘ આવી ગઇ. લક્ષ્મી જાગતી બેઠી. રાત અંધારી થઈ ગઈ હતી. ચારે બાજુ નીરવ શાંતિ હતી.. ત્યાં અચાનક મંદિરની બહાર કોલાહલ સંભળાયો. થોડી જ વારમાં.. “કોઈ મંદિરમાં ઘૂસી આવ્યું... અને અંદરથી દ્વાર બંધ કર્યું..” એમ લક્ષ્મીને લાગ્યું. મંદિરના દ્વારની બહાર થતી વાતો સંભળાતી હતી : “સૈનિકો, બરાબર સાવધાની રાખજો... ચોર આ મંદિરમાં ભરાઇ ગયો છે. હવે એ ચોક્કસ પકડાઈ જવાનો.'
લક્ષ્મીના મનમાં વાત સ્પષ્ટ થઇ ગઇ. એને મંદિરમાં ચોરનાં પગલાં પણ સંભળાયાં. લક્ષ્મી ડરી નહીં, પરંતુ તેનામાં કોઇ સાહસ કરવાની હિંમત પ્રગટી. તેણે વિચાર્યું : હું ચોરને મળું.. એની સાથે વાત કરું... કદાચ મારો મનોરથ સફળ થાય...'
ચોર મંદિરના એક ખૂણામાં, થાંભલાની પાછળ ભરાઇને, ઊભો હતો. એને ભય હતો કે મંદિરનો દરવાજો તોડીને, કદાચ કોટવાલ અંદર આવીને, એને પકડે અથવા મારી નાખે, કારણ કે ચોરી કરીને જેવો તે રાજભંડારના મકાનમાંથી બહાર નીકળ્યો હતો. તેવી જ કોટવાલે એને જોઇ લીધો હતો. ચોર આગળ અને કોટવાલ પાછળો... ગામની ગલીઓમાં દોડી દોડીને... એ થાકી ગયો હતો. છેવટે એ ચોરે આ મંદિરનું શરણ લીધું હતું. હવે એનાથી જરાય દોડી શકાય એમ ન હતું. એ થાંભલા પાછળ હાંફતો હતો. બગલમાં એણે ચોરીના માલનો ડબ્બો પકડેલો હતો.
ધીરે ધીરે લક્ષ્મી એની પાસે પહોંચી. બહુ જ ધીમા સ્વરે, એણે ચોરને પૂછયું : ભદ્ર, તું કોણ છે? એને દ્વારની બહાર લોકો શી વાત કરે છે?'
ચોરને આશ્ચર્ય થયું! આવા અવાવરું મંદિરમાં... રાત્રિના સમયે સુંદર સ્ત્રી? અને જરાય ડર્યા વિના એ મને પૂછે છે. તેણે કહ્યું : “સુંદરી, તું અત્યારે મને કંઇ પણ ના પૂછ... પરંતુ મને અત્યારે થોડું પાણી મળશે? મને અત્યંત તરસ લાગી છે.'
લક્ષ્મીએ કહ્યું : “તને પાણી મળશે, પરંતુ પહેલા મને કહે કે તું કોણ છે અને અહીં કેમ છુપાયો છે? અને મંદિરની બહાર કોણ લોકો છે?
ચોરે વિચાર કર્યો : “આ સ્ત્રી ગજબ લાગે છે! કેવી એની નિર્ભયતા છે! કેવું સાહસ કરી રહી છે? અને કેવી સારી વાણી છે! અવશ્ય , આ કોઇ મોટા ઘરની સ્ત્રી લાગે છે' આમ વિચારીને તેણે કહ્યું : “સુંદરી, મારી કથા લાંબી છે. સંક્ષેપમાં કહી શકાય એમ નથી... છતાં તને અતિ સંક્ષેપમાં કહું છું : “મારું નામ ચંડરુદ્ર છે. હું આ ગામનો નિવાસી છું. મેં રાજભંડારમાંથી ચોરી કરી છે. રત્નોનો ડબ્બો ચોરીને હું નીકળ્યો.. કે કોટવાલે મને જોઇ લીધો.. એ મારી પાછળ પડ્યો.. અંધારી રાતનો અંધકાર ઓઢી, હું ભાગ્યો... અને અહીં આવ્યો. હવે મારામાં દોડવાની જરાય શક્તિ રહી નથી.. મને લાગ્યું કે અહીં છુપાઇ જવાથી બચી જઇશ... પરંતુ મંદિરમાં પ્રવેશતાં મને કોટવાલે જોઈ લીધો છે. એટલે એણે એના સૈનિકોથી મંદિરને શ્રી સમરાદિત્ય મહાકથા
૮૭૫
For Private And Personal Use Only