________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઘેરી લીધું છે. હવે બચવાની મને કોઇ આશા નથી..” લક્ષ્મીએ કહ્યું : “ચંડરુદ્ર, જો તું મારી વાત માને તો તને હું બચાવી શકું છું.” સુંદરી, આજ્ઞા કરો... હું તમારી વાત માનીશ... મને બચાવી લો...'
તો સાંભળ, હું માકંદીનગરીના કાર્તિક શેઠની પુત્રી છું. મારું નામ લક્ષ્મી છે. મારાં લગ્ન... મારા પૂર્વજન્મોના વેરી ધરા નામના શ્રેષ્ઠી સાથે થયાં છે. એ મને જરાય પ્રિય નથી. એ મારી સાથે જ છે. આ મંદિરમાં એ ઘસઘસાટ ઊંઘે છે.
જો તારે બચવું છે તો હવે ચોરીનો માલ તું મારા ઊંઘતા પતિની પાસે મૂકી દે... અને તું મારી સાથે બીજી તરફ સૂઈ જા. હા, તારે મને પત્ની બનાવવી પડશે. સવારે કોટવાલ તમને બંનેને પકડશે. રાજા પાસે લઈ જશે. ત્યારે હું તને મારા પતિરૂપે ઓળખાવીશ.. તું બચી જશે. ને મારો અપ્રિય પતિ ચોરરૂપે પકડાશે. તેને શૂળી પર ચઢાવાશે.'
ચોરે કહ્યું : “સુંદરી, તારી વાત સારી છે, પણ હું આ જ ગામનો રહેવાસી છું. મારે પત્ની પણ છે... અને એ મારી પત્નીને આખું ગામ ઓળખે છે...'
લક્ષ્મીની યોજના નિષ્ફળ ગઇ. તેને કંઇ ના સૂઝયું. તેણે ચોરને કહ્યું : “તો પછી શું કરીશું? તને કોઇ ઉપાય સૂઝે છે?'
ચોરે કહ્યું : “છે એક ઉપાય. મારી પાસે “પરદષ્ટિ-મોહની” નામની ગુટિકા છે. એક સમયે મારા ગુરુ સ્કંદ મને આ ગુટિકા આપી હતી. પાણીમાં ઘસીને એ ગુટિકા આંખોમાં આંજવામાં આવે તો એને કોઇ માણસ તો ના જોઈ શકે, મોટો દેવેન્દ્ર પણ ના જોઈ શકે.' લક્ષ્મીએ પૂછ્યું : “એ ગુટિકા ક્યાં છે?”
મારી પાસે. મારી કેડમાં જ છે.” “તો પછી આંજતો કેમ નથી?' પાણી નથી.”
પાણી હું આપું.” લક્ષ્મી પાસે પડિયામાં થોડું પાણી હતું, તે પાણી લઈ આવી. ચંડ ગુટિકાને પાણીમાં ઘસી આંખોમાં આંજી, લક્ષ્મીની આંખોમાં પણ આજી. રત્નોનો દાબડ ધરણની પાસે મૂકી દીધો.
પ્રભાતે કોટવાલે મંદિરનું જૂનું-પુરાણું દ્વાર તોડી નાખ્યું. સૈનિકો સાથે કોટવાલે મંદિરમાં પ્રવેશ કર્યો. એક બાજુ સૂતેલા ધરણને અને બાજુમાં પડેલા રત્નોના દાબડાને જોયો.
કોટવાલે ધરણને લાત મારી જગાડ્યો. ધરણ સફાળી જાગી ગયો. હજુ એ કંઈ બોલે એ પહેલા જ સૈનિકોએ એને દોરડાથી બાંધી દીધો. કોટવાલે દાબડો કબજે લીધો.
૮s
ભાગ-૨ # ભવ છો
For Private And Personal Use Only