________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધરણને પકડીને, સૈનિકો મંદિરની બહાર આવ્યા ત્યારે ઘરણે કહ્યું : “ભાઈઓ, આ મંદિરમાં મારી પત્ની મારી સાથે જ સૂતેલી હતી... બે ક્ષણ ઊભા રહો હું મંદિરમાં તપાસ કરું.”
કોટવાલે બે સૈનિકોને કહ્યું : “મંદિરમાં તપાસ કરો, કોઈ સ્ત્રી હોય તો એને લઈ આવો.” સૈનિકો ગયા, તપાસ કરી, પરંતુ કોઈ સ્ત્રી ના મળી. તેમણે આવીને કોટવાલને કહ્યું :
“મંદિરમાં કોઈ સ્ત્રી નથી...' “ધરણને ચિંતા થઈ.” શું કોઈ ચોર-ડાકુ એને ઉપાડી ગયા હશે? તો પછી મારી પાસે આ દાબડો ક્યાંથી આવ્યો? કોણ મૂકી ગયું હશે?
કોટવાલે ધરણને કોટવાલીમાં લઈ જઈને, એક ઓરડીમાં પૂરી દીધો, અને કહ્યું : યોગ્ય સમયે, તને મહારાજાની પાસે લઈ જવામાં આવશે.”
ધરણને કંઈ સમજાતું ન હતું કે આ બધું શું થઈ રહ્યું છે. તેણે વિચાર્યું : “આ મારા દુર્ભાગ્યનું સર્જેલું નાટક જ લાગે છે... જ્યારે દુર્ભાગ્ય ઉદયમાં આવે છે ત્યારે દોરડું સાપ બની જાય છે. પાણીનું ખાબોચિયું સાગર બની જાય છે. સજ્જન દુર્જન બની જાય છે. માતા સાપણ અને પત્ની વ્યભિચારિણી બની જાય છે. પ્રકાશ અંધકાર બની જાય છે. મિત્ર શત્રુ બની જાય છે! સત્ય અસત્ય સિદ્ધ થાય છે. પ્રિય હોય તે કઠોર બની જાય છે. મારા દુર્ભાગ્યે જ મારી કદર્થના કરી છે. મારી કદર્થના તો ઠીક, મારી બિચારી પ્રિયાની જે કદર્થના થઈ રહી છે. તેનું મને ભારે દુઃખ છે. અત્યારે એ દેખાતી નથી. સંભવ છે કે આ કોટવાલને જોઈને તે યોગ્ય સ્થળ છુપાઈ ગઈ હશે. સારું કર્યું એણે. નહીંતર આ સૈનિકો મારી સાથે, એની પણ કદર્થના કરત..”
ધરણ અત્યંત સરળ ચિત્તનો યુવાન હતો. તેના મનમાં લક્ષ્મી માટે જરાય શંકા પેદા નથી થતી. લક્ષ્મીનો એક પણ દોષ એને દેખાતો નથી. એ ગુણદૃષ્ટિથી જ લક્ષ્મીને જુએ છે.
મામંદીનગરીના અગ્રણી શ્રેષ્ઠી બંધુદત્તનો આ પુત્ર... કેવી અણધારી આફતમાં ફસાઈ ગયો! ગુણવાન, બુદ્ધિમાન અને ધનવાન શ્રેષ્ઠીપુત્ર બંધનગ્રસ્ત બન્યો, તેના પર ચોરીનો આરોપ આવ્યો. પત્નીએ જ આ સ્થિતિનું નિર્માણ કર્યું. જેના પર એને અગાધ પ્રેમ હતો, એ જ પત્ની વિશ્વાસઘાતી બની, જે પત્નીના પ્રાણ બચાવવા તેણે પોતાનું રુધિર પાયું. પોતાના શરીરનું માંસ ખવડાવ્યું. એ જ પત્નીએ એનું કાસળ કાઢી નાખવા પ્રયત્ન કર્યો. આ છે સંસાર!
એક દિવસ ધરણને ઓરડીમાં પૂરી રાખ્યો. ન પાણી આપ્યું કે ના ખાવાનું આપ્યું. ધરણે સમતાભાવથી દિવસ પસાર કરી દીધો.
બીજા દિવસે, ધરણને નગરના રાજા પાસે લઈ જવામાં આવ્યો. “મહારાજા, રાજભંડારમાંથી ચોરી કરનાર આ ચોર છે.”
શ્રી સમરાદિત્ય મહાકથા
For Private And Personal Use Only