________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાજાએ ધરણની સામે જોયું. એનો પહેરવેશ જોયો, એની સુંદર મુખાકૃતિ જોઈ.. શું આ ચોર હોઈ શકે?” રાજાના મનમાં સંદેહ ઉત્પન્ન થયો. કોટવાલ, શું આ સુંદર મુખાકૃતિવાળા પુરુષે ચોરી કરી છે?'
હા મહારાજા, યક્ષમંદિરમાં ચોરીના માલ સાથે એ પકડાયો છે. ધરણ નીચી દૃષ્ટિએ નિશ્ચિતપણે ઊભો છે. રાજાએ કહ્યું :
“તો પછી એનો વધ કરવો જોઈએ.”
રાજાએ વધ કરવાની આજ્ઞા કરી, છતાં ધરણ જરાય વિચલિત થયો નહીં. રાજપુરુષો એને કસાઈવાડે લઈ ચાલ્યા. કસાઈઓને કહ્યું : “મહારાજાની આજ્ઞા છે કે આ ચોરનો વધ કરવો.'
કસાઈઓના મુખિયાએ કહ્યું : “ભલે, મહારાજાની આજ્ઞાનું પાલન કરીશું.' કસાઈઓને સોંપીને, રાજપુરુષો ચાલ્યા ગયા. કસાઈઓના મુખિયાએ પૂછ્યું : “આ મહિનામાં વધ કરવાનો વારો કયા ચંડાળનો છે?”
એક કસાઈ બોલ્યો : “મૌર્યનો વારો છે.” મૌર્યને જલદી બોલાવી લાવો.”
મૌર્ય આવ્યો. મુખિયાએ કહ્યું : “મૌર્ય, મહારાજાની આજ્ઞા છે કે આ ચોરનો વધ કરવો. માટે આને સ્મશાનભૂમિમાં લઈ જા અને ત્યાં આનો વધ કરી દે. હજુ દિવસનો એક પ્રહર બાકી છે. સૂર્યાસ્ત પહેલાં જ આને મારી નાખ.'
મૌર્યે ધરણને જોયો. ઓળખ્યો... પણ કંઈ બોલ્યો નહીં. ધરણને લઈ, તે સ્મશાનભૂમિ પર ગયો. ત્યાં એણે ધરણનાં બંધન ખોલી નાખ્યાં અને તે ધરણના પગમાં પડી ગયો..
અરે સાર્થવાહપુત્ર તમે મને ઓળખ્યો? તમે તો મારા પ્રાણ બચાવ્યા હતાં યાદ આવે છે તમને એ ઘટના?’
બરાબર યાદ આવતી નથી.'
કેમ યાદ આવતી નથી? હું નિર્દોષ હતો. છતાં મને ચોર તરીકે પકડી રાજપુરુષો મારો વધ કરવા લઈ જતા હતા... મેં તમારું શરણ સ્વીકારેલું... પછી તમે ત્યાંના રાજાને ઘણું ધન આપીને, મને મુક્ત કરાવેલો?'
હે ભદ્ર, યાદ આવી એ વાત પરંતુ એ તો નજીવી વાત હતી.'
હે આર્ય, આપના જેવા પુરુષની આવી સ્થિતિ કેવી રીતે થઈ? આવી મોટી આપત્તિ આપના ઉપર કેવી રીતે આવી?”
ધરણો કહ્યું : “મારું દુર્ભાગ્ય જ કારણભૂત છે... ભદ્ર, તું તારું કામ શિધ્ર પૂર્ણ
કર.”
મૌર્યે કહ્યું : “હે ઉપકારી, આપના પરમ ઉપકારનો બદલો આ રીતે આપનો વધ ૮૭૮
ભાગ-૨ # ભવ છઠ્ઠુંઠો
For Private And Personal Use Only