________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કરીને વાળું એવો અધમ તો હું નથી જ. હું માનું છું કે આપ કોઈ કાળે ચોરી ના જ કરો. આપ નિર્દોષ છો. આપના પર ચોરીનું કલંક ઓઢાડવામાં આવ્યું છે.'
ધરણે કહ્યું : “હે ભદ્ર, તું રાજાનો સેવક છે. તારે રાજાની આજ્ઞાનું પાલન કરવું જોઈએ.”
મૌર્યની આંખોમાં આંસુ ઊભરાયાં. તેણે કહ્યું : “હે મહાપુરુષ, રાજાએ આપને ઓળખ્યા નથી. પૂરી તપાસ કરી નથી... અને સજા કરી દીધી છે. હું આપને જાણું છું. આપની સાથે અન્યાય થયો છે. હું આપનો વધ નહીં કરી શકું. આપ શીઘ અહીંથી દૂર... દૂરના પ્રદેશમાં ચાલ્યા જાઓ.'
પરંતુ રાજા જાણશે કે તેં મારો વધ કર્યો નથી. તો રાજા તને મારી નખાવશે...' “એ વાત સંભવિત નથી. છતાં કદાચ રાજા મને મારી નખાવશે તો ભલે... આપની રક્ષા ખાતર, મારે મરવું પડે...” “નહીં ભદ્ર, તું એવું ના બોલ. તું મારો વધ કરીને..'
જો આપ સત્વરે અહીંથી દૂર નહીં ચાલ્યા જાઓ.. તો હું આપઘાત કરીને, પ્રાણત્યાગ કરીશ.'
ધરણે વિચાર્યું : “આ ભલે ચંડાળકુળમાં જન્મ્યો છે, પરંતુ આ સજ્જન પુરુષ છે. એનો સ્નેહ સાચો છે.. એ મને નહીં જ મારે..” ધરણે મૌર્યને કહ્યું : “મીર્ય, તારો જો આવો જ આગ્રહ છે તો હું અહીંથી જાઉં છું.”
મોટો ઉપકાર કર્યો આપે મારા પર... રાત પડી ગઈ છે. સમય અનુકૂળ છે. પધારો, હું આપને માર્ગ બતાવું...”
મૌર્ય ધરણને લઈ સ્મશાનભૂમિમાંથી બહાર આવ્યો. તેણે ધરણને કહ્યું : “આપ આ પૂર્વ દિશા તરફ ચાલજો. આ માર્ગ છોડશો નહીં. લગભગ ચાર કોશ ચાલ્યા પછી, એક નદી આવશે. એ નદી પાર કર્યા પછી, આપને કોઈ ભય નહીં રહે.” તેણે ધરણના ચરણોમાં પ્રણામ કર્યા. ધરણે ત્યાંથી ચાલવા માંડ્યું.
મૌર્યે વિચાર્યું : “કેવો ઉત્તમ પુરુષ છે આ! મારા જેવા તુચ્છ અને અજાણ્યા માણસને બચાવવા તેણે રાજાને એક લાખ સોનામહોરની કિંમતનો હાર આપ્યો હતો! મને પણ ભાતું બાંધીને, વિદાય આપી હતી... હું એ મહાપુરુષને ભાતું પણ ના આપી શક્યો. તે પોતાના સ્થાને ચાલ્યો ગયો.
ધરણ ચાલતો જ રહ્યો. મધ્ય રાત્રિએ, તે નદીના કિનારે પહોંચી ગયો. કિનારા પર એક સુરક્ષિત જગ્યા શોધી, તેણે વિશ્રામ કર્યો.
જ ક રક
શ્રી સમરાદિત્ય મહાકથા
COE
For Private And Personal Use Only