________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
થોર ચંડરુદ્ધ અને લક્ષ્મી, યક્ષમંદિરમાંથી નીકળીને, પૂર્વ દિશા તરફ ભાગી ગયાં. બંનેની આંખોમાં ગુટિકા આંજેલી હતી એટલે એમને કોઈ જોઈ શકતું ન હતું. માર્ગમાં ચંડરુદ્રને લક્ષ્મી અંગે ઘણા વિચાર આવ્યા. “સ્ત્રી કેવી ભયંકર છે? એણે પળ વારમાં, પોતાના પતિને ત્યજી દીધો. એટલું જ નહીં, એના પર ચોરીનો આરોપ આવે - એવી યોજના કરી. મને એણે ક્યારેય જોયો નથી... અંધારામાં મારું રૂપ કે મારી આકૃતિ પણ એણે જોઈ નથી. છતાં એ મને વળગી પડી. મને એનો પ્રેમી બનાવી દીધો.
આ સ્ત્રી અને હલાહલ ઝેર જેવી લાગે છે. દેખાવમાં રૂપસુંદરી છે પણ ખરેખર, એ લોહીતરસી વાઘણ છે. બોલવામાં મીઠી છે, પરંતુ વાસ્તવમાં ઝેરી નાગણ છે. દેખાવમાં ભલે એ મનુષ્ય સ્ત્રી છે, સાચેસાચ તો એ ભયંકર રાક્ષસી જ છે. મારે આનાથી ખૂબ સાવધાન રહેવું પડશે. એની આંખો જ બોલે છે કે એ વીજળી જેવી ચંચળ છે.. મૃત્યુ જેવી નિર્દય છે. કિંપાકફળ જેવી મધુર છે... મારે આ સ્ત્રી ના જોઈએ. જેમ એણે એના ઊંઘતા પતિ પર, ચોરીનું કલંક મૂકી, ત્યજી દીધો તેમ કોઈ દિવસ મારી પણ આ દુર્દશા કરી દે! મનેય રઝળતો કરી દે!
લમીએ કહ્યું : “હે પ્રિય, તું કેમ કંઈ બોલતો નથી? અહીં તો જંગલ છે, આપણાં બે સિવાય કોઈ માણસ નથી...”
ચંડરુદ્રે કહ્યું : “મને વિચાર આવ્યો કે મેં મહામહેનતે રાજભંડારમાંથી રત્નોનો ડબ્દો ચોર્યો. એ પણ મારી પાસે ના રહ્યો...”
લક્ષ્મી હસીને બોલી : “અરે, તને તારાં રત્નો ગયાનું દુઃખ છે? મારા જેવી રૂપસુંદરી મળ્યાનો આનંદ નથી? તારી પાસે જે રત્નો હતાં, એ બધાં રત્નોથી પણ મારા જેવી રૂપસુંદરી તું ના ખરીદી શકત...'
તારી વાત સાચી છે. પરંતુ રત્નોથી આ દુનિયામાં ઘણું બધું ખરીદી શકાય છે. આ રીતે જંગલોમાં રખડવું ના પડત.”
અરે ચંડ, શું તારી પાસે એ રત્નો સલામત રહી શકત કે? જો હું તને સહાય ના કરત તો તે કોટવાલના હાથમાં ઝડપાઈ જવાનો હતો. તારાં રત્નો તો જાત, તને પણ શૂળી પર ચઢાવી દેત, રાજા...”
તારા બિચારા નિર્દોષ પતિની એ જ દશા થઈ હશે ને?” ‘તે તને શાની દયા આવે છે? મને તો હર્ષ થાય છે કે એ મારા દુમનથી હું છૂટી... અને તારા જેવો પરાક્રમી પુરુષ મને મળ્યો.એમ બોલી લક્ષ્મીએ ચંડરુદ્રનો
ભાગ-૨ # ભવ છઠુઠો
૮૮૦
For Private And Personal Use Only