________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હાથ પકડીને દબાવ્યો. તે તેને ધસાઈને, ચાલવા લાગી. ચંડરુદ્રે એની આંખોમાં જોયું... જાણે ઝેરી નાગણની જીભ લપકારા લેતી હોય... એની આંખો દેખાણી.
બંને જણાં ઋજુવાલુકા નદીના કિનારે પહોંચ્યાં. કિનારા પર અનેક ઊંડાં કોતરો હતાં. વૃક્ષોની હારમાળાઓ હતી. ચંડરુદ્રે કહ્યું : ‘પહેલા આપણે નદીમાં સ્નાન કરી, સ્વસ્થ બનીએ.’
:
બંનેએ નદીમાં સ્નાન કર્યું. ચંડરુદ્રે કહ્યું : ‘સુંદરી, ચાલ, આપણે નજીકના કોતરની સુંવાળી રેતીમાં જઈને, હવે આરામ કરીએ, આનંદ-પ્રમોદ કરીએ.' લક્ષ્મી રાજી થઈ ગઈ.
તેણે વિચાર્યું : ‘હવે ચંડરુદ્ર મારો સ્વીકાર કરી લેશે. મને ભરપૂર વિષયસુખ આપશે...' એ ચંડરુદ્રની સાથે પાસેના કોત૨માં ગઈ. ત્રણ બાજુ ઊંચી ભેખડો હતી. વચ્ચે સુંવાળી રેતી હતી, છાયા હતી. શીતળતા હતી. ચંડરુદ્રના શરીરમાં અનંગ વ્યાપી ગયો હતો. લક્ષ્મી કામાતુર બની ગઈ હતી... એકાંત રમણીય પ્રદેશ હતો. બંને ઉન્મત્ત બની ગયાં... ભોગસુખમાં ડૂબી ગયાં.
એક ઘટિકા પછી, જ્યારે બંનેનો કામાગ્નિ શાંત થયો, ચંડરુદ્ર ઊભો થયો. તેણે રેતીમાં આંટા મારવા માંડ્યા. લક્ષ્મી રેતીમાં જ આંખો બંધ કરીને પડી હતી...
અચાનક જ ચંડરુદ્રે પોતાનું રૌદ્ર રૂપ પ્રગટ કર્યું. તેણે પોતાની કમરેથી તીક્ષ્ણ છરી બહાર કાઢી... સૂતેલી લક્ષ્મીને લાત મારી... લક્ષ્મી ચંડરુદ્રના રૌદ્ર રૂપને અને હાથમાં છરી જોઈને, હેબતાઈ ગઈ. તેની આંખો પહોળી થઈ ગઈ...
ચાલ ઊભી થા અને શરીર પરથી બધાં જ ઘરેણાં ઉતારી નાખ... જો જરાય આઘીપાછી થઈ તો આ છરી તારી છાતીમાં આરપાર ઊતરી જશે...’
લક્ષ્મીએ શરીર પરથી બધાં જ ઘરેણાં ઉતારીને, નીચે રેતીમાં મૂકી દીધાં. ચંડરુદ્રે પોતાના ખેસમાં એ ઘરેણાં બાંધી લીધાં અને લક્ષ્મીને કહ્યું : ‘રે રાક્ષસી, હવે તારે જ્યાં જવું હોય ત્યાં જઈ શકે છે...' ચંડરુદ્ર કોતરમાંથી બહાર નીકળી, મહાશરનગર તરફ ચાલ્યો ગયો. લક્ષ્મી મૂઢ બનીને, કોતરમાં ઊભી રહી ગઈ... એકાદ ઘટિકા પછી એને કળ વળી. એ ભાનમાં આવી. નદીના તટ પર આવી. પાણીમાં પગ ઝબોળ્યા. અને કિનારા પર બેઠી... તે વિચારવા લાગી : ‘ભલે આ ચોર મને છોડી ગયો... મને એનું દુ:ખ નથી. મારાં ઘરેણાં લઈ ગયો, એની પણ મને ચિંતા નથી... હું પેલા મારા દુશ્મનથી છૂટી ગઈ... એનો મને આનંદ છે. પુરુષો તો એક નહીં, અનેક મળશે. મારી પાસે રૂપ છે, સૌન્દર્ય છે... કળાઓ છે... હવે મારે કોઈ ગામનગરમાં પહોંચી જવું જોઈએ, મને પુરુષનો ભય નથી... પરંતુ જંગલી પશુનો ભય છે... એટલે રાત પડે એ પહેલાં કોઈ નગરમાં આશ્રય શોધી લઉં...'
લક્ષ્મી ઊભી થઈ. તેણે નદીના કિનારે કિનારે ચાલવા માંડયું. ઋજુવાલુકા નદીનાં નીર ખળખળ વહી રહ્યાં હતાં. આકાશમાં પક્ષીઓ ઊડી રહ્યાં હતાં. ક્યાંક શ્રી સમરાદિત્ય મહાકથા
૮૮૧
For Private And Personal Use Only