________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ક્યાંક કિનારા પર હરણ વગેરે નિર્દોષ પશુઓ પાણી પી રહ્યાં હતાં. લક્ષ્મી એકલીઅટૂલી કિનારા પર ચાલી રહી હતી.
ધરણે આ જ ઋજુવાલુકા નદીના કિનારે વિશ્રામ કર્યો હતો. સવારે લગભગ એક પ્રહર દિવસ પસાર થયા પછી, એ જાગ્યો હતો. તેણે નદીનાં શીતલ પાણીમાં સ્નાન કર્યું. ત્યાર બાદ કિનારા પરનાં વૃક્ષો જોવા માંડ્યાં, તેને ભૂખ લાગી હતી. તેને ફળ જોઈતાં હતાં. થોડે દૂર ગયો ત્યાં એને ફણસનાં ફળ મળ્યાં અને આમ્રવૃક્ષનાં આમ્રફળ મળ્યાં. તેણે ફળો તોડ્યાં. શાંતિથી પેટ ભરીને ખાધાં. નદીનું પાણી પીધું... અને એ વૃક્ષોની છાયામાં જઈને બેઠો. “હવે કઈ દિશામાં જવું? કયાં ગામમાં જવું? સ્વદેશમાં કેવી રીતે પહોંચવું? લક્ષ્મીને ક્યાં શોધવી? એ જીવતી હશે કે કેમ...” વગેરે વિચારોમાં એ ખોવાયો.. અને જ્યારે એને નિદ્રા આવી ગઈ. એનો ખ્યાલ ના રહ્યો. જ્યારે એ જાગ્યો ત્યારે ત્રીજો પ્રહર પૂરો થયો હતો. સૂર્ય પશ્ચિમ તરફ ઢળી ગયો હતો. તે ઊભો થયો. નદીના પ્રવાહ પાસે ગયો. પાણીથી મુખ ધોયું, પાણી પીધું અને ચારે દિશામાં દૂર દૂર સુધી, એણે જોયા કર્યું.
દૂરથી એક મનુષ્યાકૃતિ આવતી એણે જોઈ. “કોઈ વનવાસી હશે.' એમ સમજીને ધરણે કિનારા પર ટહેલવા માંડ્યું. તેણે રાતવાસો વૃક્ષોની ઘટામાં જ કરવાનો નિર્ણય કર્યો હતો. બીજા દિવસે સવારે આગળ વધવાનો વિચાર કર્યો હતો.
પેલી મનુષ્યાકૃતિ નજીક આવી હતી.. ધરણે એને જોઈ. “આ તો કોઈ સ્ત્રી લાગે છે... હશે કોઈ વનવાસી સ્ત્રી...' એમ વિચારીને, તેણે વૃક્ષોની ઘટા તરફ જવા માંડ્યું. પરંતુ વારંવાર એની દૃષ્ટિ પેલી સ્ત્રી તરફ જતી હતી. પેલી સ્ત્રી નીચી દૃષ્ટિએ ચાલી રહી હતી. ધરણે, જ્યારે પેલી સ્ત્રી નિકટ આવી ત્યારે ધારીને જોઈ... તેના મોઢામાંથી “લક્ષ્મી..?” શબ્દ સરી પડ્યો... નીરવ શાંતિમાં... ધીમો પણ એ શબ્દ પેલી સ્ત્રીનાં કાને પડ્યો. તેણે આંખો ઉઠાવીને ધરણ સામે જોયું. તે સ્તબ્ધ થઈ ગઈ... “શું ધરણનો મને ભ્રમ થાય છે? કે આ ધરાનું પ્રેત આવીને ઊભું છે? લક્ષ્મી ધ્રુજી ગઈ. ધરણનું મન નાચી ઊઠ્યું... તેને નિર્ણય થઈ ગયો કે “આ લક્ષ્મી જ છે...” એ દોડતો આવ્યો અને લક્ષ્મીને બે હાથે ઉપાડી લીધી.
લક્ષ્મી.' નાથ.' લક્ષ્મી, તું અહીં કેવી રીતે આવી ચઢી?' નાથ, આપ અહીં કેવી રીતે આવ્યા? આપને..' તેં મને યક્ષમંદિરમાં શોધ્યો હશે, નહીં?” હા પ્રાણનાથ, આપ સૂઈ ગયા પછી હું લઘુશંકા દૂર કરવા મંદિરની બહાર ગઈ
૮૮૨
ભાગ-૨ # ભવ છઠો
For Private And Personal Use Only