________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હતી. ત્યાં એક ચોરે મને પકડી.. હું પહેલાં તો ગભરાઈ ગઈ... પછી હિંમત ભેગી કરીને બોલી : “તારે મારા દાગીના જોઈએ તો લઈ જા, પરંતુ મને અડીશ નહીં. હું પતિવ્રતા નારી છું...' ચોરે મારા દાગીના લઈ લીધા... અને એ ચાલ્યો ગયો... અચાનક આવી ઘટના બની જતાં, મને મૂર્છા આવી ગઈ... ને જમીન પર પડી ગઈ.. નાથ, જ્યારે હું જાગી.. દોડતી મંદિરમાં આવી.. પણ આપ ના મળ્યા... આપને ચારે બાજુ શોધ્યા... “નાથ... નાથ.. પ્રાણનાથ..' બોલતી બાજુના જંગલમાં ભટકવા લાગી. આપ ના મળ્યા.. રોવા લાગી... પણ ત્યાં મારું રુદન કોણ સાંભળનાર હતું? પછી તો ચાલવા જ માંડ્યું. ચાલતાં ચાલતાં નદીના કિનારે આવી. ખૂબ થાકી ગઈ હતી. પાણી પીને... એક વૃક્ષની છાયામાં ઊંઘી ગઈ. સતત બે પ્રહર સુધી ઊંઘતી રહી... મેં સંકલ્પ કર્યો હતો - “જ્યાં સુધી મારા પ્રિયતમનો મેળાપ નહીં થાય ત્યાં સુધી હું ભોજન નહીં કરું...'
લક્ષ્મી ધરણના ખભે મસ્તક નાખી રોવા લાગી. ધરણે એના માથે હાથ ફેરવીને કહ્યું : “લક્ષ્મી, હવે શા માટે રુદન કરે છે? હવે આપણે મળી ગયાં. ભાગ્યે આપણું મિલન કરાવી આપ્યું. હવે ચિંતા ના કર. ચાલ, પેલી વૃક્ષઘટામાં જઈએ. ત્યાં તને ફળાહાર કરાવું.'
લક્ષ્મીના મળવાથી ધરણ ભાવવિભોર થઈ ગયો. થોડી વાર, એ પોતાનું દુઃખ ભૂલી ગયો. જ્યારે લક્ષ્મી, ધરણના મળવાથી મનમાં ખેદ પામી. “આ મારો દુશ્મન પાછો મને ભેટી ગયો. એ કેવી રીતે બચી ગયો હશે? એ મરશે ત્યારે જ મને શાંતિ મળશે. પણ એ કાળના મુખમાં ગયેલો પાછો આવ્યો. મને એ જરાય પ્રિય લાગતો નથી.... શું કરું? બહારથી મારે પ્રેમનું નાટક કરવું પડે છે... ક્યાં સુધી કરતી રહીશ? મારે કોઈ જલદ ઉપાય કરવો પડશે.'
લક્ષ્મીને આમ્રવૃક્ષ નીચે બેસાડી, ધરણ ફળ લેવા ગયો. ફળ લાવીને, લક્ષ્મીને આપ્યાં. લક્ષ્મીએ ફળાહાર કર્યો, નદીનું પાણી પીધું અને એ સ્વસ્થ થઈ. ધરણે યક્ષમંદિરની ઘટના, રાજાએ કરેલી શિક્ષા... સ્મશાનમાં મળેલો પૂર્વપરિચિત “મૌર્ય નામનો ચંડાળ.... એની કૃતજ્ઞતા... વગેરે બધી જ વાતો કરી. લક્ષ્મીએ વિચાર્યું : “જો એ મૌર્ય ના મળ્યો હોત તો મારું કામ થઈ જાત... બીજો કોઈ ચંડાળ હોત તો ધરણને મારી જ નાખત...'
ધરણે વિચાર્યું : “હવે મારે લક્ષ્મીની સાથે, આ રીતે અપરિચિત પ્રદેશમાં રહેવું યોગ્ય નથી. નજીકમાં દતપુર નગર છે. ત્યાં મારા મામા સ્કંદદેવ રહે છે. ત્યાં ચાલ્યા જઈએ. ત્યાં ગયા પછી આગળની યોજના વિચારીશ.”
લક્ષ્મી જાગી ત્યારે ધરણે એને કહ્યું : “આપણે દંતપુર જઈએ. ત્યાં મારા મામા સ્કંદદેવ રહે છે ત્યાં તું સુરક્ષિત રહીશ.'
તમે દેતપુરનો માર્ગ જાણો છો?' શ્રી સમરાદિત્ય મહાકથા
૮૮૩
For Private And Personal Use Only