________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હા, આપણે કાદંબરી અટવી પાર કરવી પડશે...' ભલે, આપણે દેતપુર જઈએ. લક્ષ્મી બોલી.
પલ્લીપતિ કાલસેને ધરણને કાદંબરી અટવમાં ઘણો શોધ્યો. તેના સાથીઓએ પણ સર્વત્ર શોધ્યો. પરંતુ ધરણ ના મળ્યો. કાલસેન નિરાશ થઈ ગયો. એ પલ્લીમાં આવ્યો, સાથીદારો પણ નિરાશવદને પાછા આવ્યા. નીચું મુખ કરીને, તેઓ પલ્લીપતિ સામે ઉભા રહી ગયા.
કાલસેને પોતાના વિશ્વાસુ સાથીદારોને કહ્યું : “ભાઈઓ, મારા અને મારા પરિવારના પ્રાણો બચાવનારા એ સાર્થવાહ ના મળ્યો. પાંચ દિવસ થઈ ગયા છે. મારી પ્રતિજ્ઞાનું મારે પાલન કરવાનું જ છે. માટે મારી આ પલ્લી હું તમને સોંપું છું. હું ચિતામાં પ્રવેશ કરી, પ્રાણત્યાગ કરીશ.
પરંતુ મારી એવી ઈચ્છા છે કે કાદંબરી દેવીને કહ્યા મુજબ, હું દસ પુરુષોનો દેવીને બલિ આપીશ, તે પછી હું ચિતામાં પ્રવેશ કરીશ. માટે હે સાથીદારો, પહેલાં તો તમે લાકડાં લાવીને ચિતા રચી દો. પછી તમે અટવીમાં જાઓ અને દસ પુરુષોને પકડી લાવો. દેવીની મૂર્તિ સમક્ષ એ બલિદાન આપવાનાં છે. તમે જાઓ અને જલદી પુરુષોને પકડી લાવો.”
સાથીઓએ અશ્રપૂર્ણ આંખે ચિતા રચી અને તેઓ બલિ માટે પુરુષોને લઈ આવવા, ચાલ્યા ગયા.
પલ્લીપતિએ પર્વત-નદીમાં સ્નાન કર્યું. ભગવા રંગનાં વસ્ત્ર પહેર્યાં. કરેણપુષ્પોની માળા બનાવી, ગળામાં પહેરી, અને તે ચંડિકાના (કાદંબરી અટવીની ક્ષેત્રદેવી) મંદિર તરફ ચાલ્યો. સાર્થના પુરુષો પલ્લીપતિની પ્રતિજ્ઞાપાલનની દૃઢતા જોઈને, ધરણ પ્રત્યેનો અવિહડ રાગ જોઈને, દિંગ થઈ ગયા. “ઉપકારીના ઉપકારને યાદ રાખી, પ્રત્યુપકાર કરવાની આ પલ્લીપતિની કેવી ઉત્તમતા છે!” તેઓના હૃદયમાં પલ્લીપતિ પ્રત્યે અહોભાવ પ્રગટ્યો. “અવશ્ય એ ચિતામાં પ્રવેશ કરશે..”તેઓ ધ્રુજી ગયા. તેઓ સર્વે પલ્લી પતિની પાછળ પાછળ દેવીના મંદિર તરફ ચાલ્યા. મંદિર કાદંબરી અટવીના એક ભાગમાં આવેલું હતું. મંદિરની આસપાસ ઘણાં જૂનાં વૃક્ષો હતાં. ઊધઈનાં કીડાઓએ એ વૃક્ષોને બોદાં કરી દીધાં હતાં. એક બાજુ મોટો રાફડો હતો. તેમાં સર્પ અને સર્પિણીનો વાસ હતો. મોટાં વૃક્ષોનાં થડ ઉપર લોહીથી ત્રિશુળો ચીતરેલાં હતાં. વૃક્ષોની ડાળીઓ ઉપર પાડાનાં અને બકરાનાં મસ્તક બાંધેલા હતાં, પંછડાં અને પગની ખરીઓ લટકતી હતી. શિંગડાં લટકતાં હતાં. ગીધ અને કાગડાઓનાં ટોળા આકાશમાં ઊડી રહેલાં હતાં. જમીન ઉપર ઠેર ઠેર લોહી છંટાયેલું હતું અને માંસના ટુકડાઓ વેરાયેલા પડ્યા હતા.
૦ 0 0
ભાગ-૨ # ભવ છઠો
૮૮૪
For Private And Personal Use Only