________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લક્ષ્મીની સાથે ધરણ દેતપુર તરફ જઈ રહ્યો હતો. માર્ગમાં એ કાદંબરી અટવી આવતી હતી. તે અટવીમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યાં કાલસેનના સાથીદારો કે જેઓ દેવીને બલિ આપવા માટે પુરુષોની શોધમાં હતા, તેમણે ધરણને જોયો. પાછળ ચાલી આવતી લક્ષ્મીને પણ જોઈ. તેમણે અચાનક હુમલો કરીને, બંનેને પકડ્યાં. ધરણને, વેલનાં દોરડાં બનાવીને બાંધ્યો. ધરણે પૂછુયું : “તમે મને શા માટે બાંધો છો?'
‘તને પકડીને, અમે ચંડિકાનાં મંદિરે લઈ જઈશું. ત્યાં તને દેવીની સમક્ષ ઊભો રાખી, તારું બલિદાન આપવામાં આવશે.”
ધરણ મૌન રહ્યો. લક્ષ્મીને બાંધી નહીં, પરંતુ તેને ભીલોએ કહ્યું : “તારે પણ અમારી સાથે આવવાનું છે.' લક્ષ્મી મનમાં રાજી થઈ. “હવે તો જરૂર મારા દુમનનો વધ થશે!” ભીલો બંનેને ચંડિકાના મંદિરે લઈ આવ્યા. પુરુષોના મૃતદેહોથી એ મંદિરનો કિલ્લો બનાવવામાં આવ્યો હતો. મસ્તક વિનાનાં શરીરોથી મંદિરનો દરવાજો બનાવવામાં આવ્યો હતો. એ શરીરો દેવીના પ્રભાવથી, સડ્યાં નહોતાં. મનુષ્યોનાં મસ્તકોની તોરણમાળા બનાવીને, ત્યાં દરવાજા પર બાંધવામાં આવી હતી.
વાઘના ચામડાની ધજા બનાવી, ઊંચા વાંસ પર બાંધવામાં આવી હતી. મંદિરના ગર્ભગૃહ આગળ સિંહનાં બે મસ્તક ગોઠવવામાં આવ્યાં હતાં.
ધરણ અને લક્ષ્મી... આ બિહામણું દશ્ય જોઈ. અકળાઈ ગયાં. હાથીઓના દતુશળોથી શૂળીઓ બનાવી, મંદિરની ભીંતો પર ખોડવામાં આવી હતી. દેવીના ગર્ભગૃહમાં, શરીર પરથી ઊતરડી કાઢેલી ચામડી પાથરવામાં આવી હતી. દીપકોમાં પુરુષશરીરની ચરબી પૂરીને સળગાવવામાં આવ્યા હતા. ગુગ્ગલના ધૂપની ગંધ મંદિરમાં સર્વત્ર ફેલાયેલી હતી. લોહીથી રંગાયેલા અક્ષતોનો સાથિયો કરવામાં આવ્યો હતો.
ગર્ભગૃહના દ્વારે બે ભીલ યુવાનો હાથમાં લાંબી.. તીક્ષણ અને ઉજ્જવલ તલવારો લઈને, ઊભા હતા. ધરણ અને લક્ષ્મીને ત્યાં લાવવામાં આવ્યાં.
એક
છોક
જ
શ્રી સમરાદિત્ય મહાકથા
૮
For Private And Personal Use Only