________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[13]
દેવી ચંડિકાના એક હાથમાં કમળનું પુષ્પ હતું. બીજા હાથમાં ઘંટ હતો. ત્રીજા હાથમાં તલવાર હતી અને ચોથા હાથમાં ધનુષ્ય હતું. તે મહિષાસુર પર બેઠેલી હતી. તેનું રૂપ અત્યંત બિહામણું હતું. ધરણે દેવીની મૂર્તિ જોઈને વિચાર્યું : “અહો, અમે
ક્યાં આવી ગયાં! કેવા પાપકર્મ ઉદયમાં આવ્યા છે! જીવ ગમે તેવો પરાક્રમી હોય છતાં એ પોતાનાં સુકૃત અને દુષ્કતથી બચી શકતો નથી. એક પછી એક કેવી અણધારી આફતો આવી રહી છે! છતાં અણીના સમયે... હું મૃત્યુથી બચી જાઉં છું.”
ધરણની વિચારધારા આગળ વધે એ પહેલાં તો એક પહેલવાન જેવા ભીલે ધરણને ઊંચકીને, ત્યાં ઊભેલા ભીલોના ટોળા વચ્ચે ફેંક્યો. ભીલોએ એને દોરડાથી મુશ્કેટોટ બાંધી દીધો. એની સાથે સાથે બીજા નવ પુરુષોને પણ એ જ રીતે બાંધીને, પંક્તિબદ્ધ ઊભા રાખેલા હતા.
મંદિરમાં ઘંટારવ શરૂ થયો. દેવીની સમક્ષ હાથ જોડીને, સહુ ઊભા રહી ગયા ત્યાં પલ્લીપતિ કાલસેને મંદિરમાં પ્રવેશ કર્યો. દેવીનાં ચરણોમાં વંદના કરી... પછી એ બે હાથ જોડી, ગળદ સ્વરે તે બોલ્યો : “હે ભગવતી, જોકે તમે મારા પર કૃપા કરી નથી. એ સાર્થવાહને હું શોધી શક્યો નથી. એ ઉપકારી મહાપુરુષ ઉપર મેં અપકાર કર્યો છે. હે દેવી, હવે તારી પૂજા કર્યા પછી, અગ્નિપ્રવેશ કરીશ... ભવાંતરમાં હું આવાં દુઃખ ભોગવનાર ના બનું, તેવી મારા પર કૃપા કરજો. હું તમારો દાસ છું.”
આ પ્રમાણે પ્રાર્થના કરીને, કાલસેને પાસે ઊભેલા ભીલને કહ્યું : “કુરંગક, હવે ભગવતી દેવીને બલિ ધરાવો.”
કુરંગક એક ભયભીત...ધ્રુજતા પુરુષને, એના વાળથી ખેંચીને, કાલસેનની પાસે લઈ આવ્યો. બીજો ભીલ રક્તચંદનથી ભરેલું પાત્ર લઈ આવ્યો. બલિ-પુરુષના આખા શરીરે રક્તચંદનનું વિલેપન કર્યું.
કાલસેને વીજળી જેવી ઝબકારા મારતી તલવાર મ્યાનમાંથી બહાર ખેંચી કાઢી. તેણે સર્વપ્રથમ પોતાના ખભા પર તલવારનો સહેજ ઘસરકો કર્યો, અને પેલા બલિપુરુષને પૂછ્યું :
હે ભદ્ર, છેલ્લે છેલ્લે આ જીવલોકને તું જોઈ લે. કારણ કે તારે હવે આ જીવલોકને છોડીને, સ્વર્ગ તરફ પ્રયાણ કરવાનું છે. કહે તારી છેલ્લી ઈચ્છા શી છે? હું તારી છેલ્લી ઈચ્છા પૂર્ણ કરીશ.”
ભયભીત બની ગયેલો, એ પુરુષ કંઈ ના બોલ્યો. આંખો બંધ કરીને દીનહીન વદને ઊભો રહ્યો. ૮૮૬
ભાગ-૨ # ભવ છઠ્ઠઠો
For Private And Personal Use Only