________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મારી વાત સાંભળો : ‘હું મૌર્ય નામનો ચંડાલપુત્ર છું. હું ‘મહાશર’ ગામનો નિવાસી છું. કંઈક કામથી હું કુશસ્થળ તરફ જતો હતો, ત્યાં આ રાજપુરુષોએ મને પકડ્યો. સાચો ચોર તો છટકી ગયો... એના બદલે મને અભાગીને પકડી લીધો. હે આર્ય, હું તમારા શરણે આવ્યો છું. મને છોડાવો. વગર અપરાધે અમારા પૂર્વપુરુષોની નિષ્કલંક કીર્તિને ઝાંખપ લાગે છે... એનું મને પારાવાર દુઃખ લાગે છે.’
ચાંડાલ યુવકની વાત સાંભળીને, ધરણને એના પર દયા આવી ગઈ. તેણે રાજપુરષોને કહ્યું : ‘તમે બે ઘડી ઊભા રહો... હું આ નિર્દોષ યુવાનને મુક્ત કરવા, માહારાજાને વિનંતી કરીને આવું.'
રાજપુરુષોએ ધરણને કહ્યું : ‘તો તમે જલદી કરો. અમે અહીં જ ઊભા છીએ.’
ધરણે રાજાને ભેટ આપવા, લક્ષમૂલ્યની મોતીની માળા લીધી અને શીઘ્ર રાજા પાસે પહોંચ્યો. રાજાને પ્રણામ કરી, તેણે ચાંડાળ યુવાનની વાત કરી અને મોતીની માળા ભેટ આપી.
‘હે સાર્થવાહ, તારી વાત હું માનું છું. એ યુવાનને મુક્ત કરવા, હું હમણાં જ મારો દૂત મોકલું છું.'
‘મહારાજા, આપે મારા પર મહાન કૃપા કરી.’
ચાંડાળ યુવાન મુક્ત થયો.
રાજપુરુષોને ધરણે ભેટો આપીને, ખુશ કર્યાં.
ચાંડાળ યુવાનને ખાવા માટે ભાતું આપ્યું. યુવાને ધરણનાં ચરણોમાં પ્રણામ કર્યાં અને પોતાના ગંતવ્ય તરફ ચાલ્યો ગયો,
એક અજાણ્યા... ચાંડાળ યુવાનને શૂળી પર ચઢતો બચાવીને, ધરણ અને સાર્થના પુરુષોએ આનંદ અનુભવ્યો. સાર્થના પુરુષોએ ધરણની ખૂબ પ્રશંસા કરવા માંડી. ધરણની પત્ની લક્ષ્મી, ધરણની પ્રશંસા સાંભળીને, અકળાવા લાગી. દિનપ્રતિદિન તેના મનમાં ધરણ પ્રત્યે દ્વેષ વધતો ચાલ્યો. જ્યારે સાર્થ અચલપુર પહોંચ્યો ત્યારે લક્ષ્મી ધરણને મારવાની યોજના વિચારવા લાગી.
અચલપુર પહોંચીને ધરણે, પોતાની સાથે આવેલા વેપારીઓને કહ્યું :‘હે સજ્જનો, અહીં તમે પોત-પોતાનો વેપાર કરો. જે માલ તમારી પાસે છે, તે વેચો અને પછી જે માલ અહીં ખરીદવો હોય, તે ખરીદો... આપણે અહીં ચાર-છ મહિના રોકાઈશું.'
ધરણે અચલપુરમાં એક હવેલી ભાડે લઈ લીધી, લક્ષ્મીએ ઘર વસાવી દીધું. પોતાનો માલ એણે હવેલીમાં વ્યવસ્થિત ગોઠવી દીધો.
નગરમાં વેપાર કરવા, નગરના રાજાની અનુમતિ લેવી પડતી હતી. ધરણ એક રજતના થાળમાં મૂલ્યવાન રત્નો લઈને, રાજસભામાં ગયો. રાજાને પ્રણામ કરી,
શ્રી સમરાદિત્ય મહાકથા
For Private And Personal Use Only
૮૫