________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગયો.... પણ જમીન પર પટકાઈ ગયો. ભીલયુવાનોએ તેને ભૂમિ પર સુવાડી દીધો. ધરણે ભીલ યુવાનોને કહ્યું :
શીધ્ર પાણી લાવો.' નલિનીપત્રના પડિયામાં પાણી લાવ્યા. ધરણે તેમાં ઔષધિ નાખી. બે-ચાર ક્ષણ આંખો બંધ કરી, એકાગ્ર મનથી ભાવના ભાવી : “આ ઔષધિના પ્રભાવથી પલ્લીપતિના બધા જ ઘા રુઝાઈ જાઓ..'
તેણે પાણી ધીરે ધીરે પલ્લીપતિના ઘા ઉપર રેડવા માંડ્યું. મસ્તકે રેડ્યું. શરીર પર છાંટ્યું... બે-ચાર ક્ષણમાં જ એના ઘા રુઝાઈ ગયાં. ઘાના ડાધ પણ રહ્યા નહીં. પલ્લીપતિ બેઠો થયો. પહેલાં કરતાં એનું રૂપ પણ વધી ગયું. પલ્લીપતિની પત્ની અત્યંત હર્ષિત થઈ ગઈ. પલ્લીપતિ ધરણનાં ચરણોમાં પડી ગયો.
હે આર્ય, આપે મને તો નવું જીવન આપ્યું, મારી પત્નીને અને ભવિષ્યમાં જનમનાર બાળકને પણ જીવનદાન આપ્યું છે. હે મહાપુરુષ, આપના આ મહાન ઉપકારનો બદલો અમે કેવી રીતે વાળી શકીશું? આપ હવે વિશ્વાસ રાખજો કે અમે જીવનપર્યત આપના દાસ છીએ. અમારા જીવન ઉપર આપનો અધિકાર રહેશે. હે દેવ, મને આજ્ઞા આપો, હું આપનું શું પ્રિય કરું?'
વીર પુરુષ, મારી એક વાત માનજો, સર્વ જીવો પર દયા રાખજો. કોઈ નિરપરાધી જીવને હણશો નહીં.”
હે દેવ, આજથી શિકાર નહીં કરવાની પ્રતિજ્ઞા કરું છું.”
ઉત્તમ, તમે મારી ઈચ્છા મુજબ પ્રતિજ્ઞા કરી. મને આનંદ થયો. હવે મને અનુમતિ આપો, હું મારા સાર્થમાં જઈશ.'
પલ્લીપતિ સ્વયં ધરણ અને એના સાર્થના માણસોને પહોંચાડવા ગયો. પહોંચાડીને ધરણને પ્રણામ કરી, તે પાછો વળ્યો.
ધરણે સાથે સાથે આગળ પ્રયાણ કર્યું. તેને ઉત્તરાપથના અચલપુર નગરમાં જવું હતું. એ કાળે અચલપુર, ઉત્તરાપથનું મોટું વેપારનું મથક હતું. એટલે અચલપુર તરફ તેણે ઝડપથી પ્રયાણ આદર્યું.
અમાવસ્યાનો દિવસ હતો. ધરણે ઉપવાસ કર્યો હતો. “આયામુખી' નામના નાના ગામડાના પાદરે સાર્થનો પડાવ પડેલો હતો. ધરણ પડાવની પાસે જ, એક વૃક્ષની છાયામાં બેઠો હતો. ત્યાં તેણે “મને છોડાવો, મને બચાવો.” એવો કરુણ અવાજ સાંભળ્યો. અવાજની દિશામાં તેણે જોયું. રાજપુરુષો એક યુવકને પકડીને, લઈ જતા હતા. યુવકને લાલ રંગે રંગવામાં
આવ્યો હતો, એના ખભે મોટી છૂળી હતી. તેની આગળ ઢોલ વાગતું હતું. એ યુવક સાથેની નજીક આવ્યો ત્યારે મોટા સ્વરે બોલવા લાગ્યો : “હે સાર્થના ભાઈઓ,
૮૬૪
ભાગ-૨ # ભવ છઠો
For Private And Personal Use Only