________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હે આર્ય, અમારી પલ્લી પર મોટી આપત્તિ આવી ગઈ છે. અમારા પલ્લીપતિ કાલસેન ઉપર, સિંહે પાછળથી આવીને, આક્રમણ કર્યું... અને માથું ફાડી નાખ્યું છે. જોકે પલ્લીપતિએ પાછા ફરીને, સિંહ પર કટારીનો ઘા કરી, સિંહને મારી નાખ્યો છે. પરંતુ તેઓ પોતે પણ મરણાસન છે. હું નહીં જીવી શકું.’ એમ માનીને, તેઓ અગ્નિપ્રવેશ કરવા તૈયાર થયા છે... આ વાત તેમની ગર્ભવતી પત્નીએ જાણી, તો તે પણ પલ્લી પતિની સાથે જ અનિપ્રવેશ કરવા તૈયાર થઈ છે. પલ્લીપતિએ ના પાડી, અન્ય સાથીઓએ ના પાડી, છતાં એ માનતી જ નથી....'
પલ્લીપતિએ મને કહ્યું : “એને એના પિતા જ સમાવી શકશે. માટે તું જા અને ભીલડીના પિતાને બોલાવી લાવ.”
હે આર્ય, હું પલ્લીપતિના સસરાને બોલાવવા જાઉં છું, પરંતુ મને નથી લાગતું કે પિતાની વાત પણ દીકરી માને... અને નહીં માને તો કેવો અનર્થ થશે? કોઈ ઉપાય સૂઝતો નથી. મન દુઃખથી ભરાઈ ગયું છે... માટે રુદન કરી રહ્યો છું. બીજું શું કરું?'
ભીલકુમાર, શાન્ત થા. તારા પલ્લીપતિને બચાવવા હું પ્રયત્ન કરીશ. કદાચ એ જીવી જશે. ચાલ, મને પલ્લીપતિ પાસે લઈ ચાલ.'
આ વાત ચાલતી હતી ત્યાં બીજા ભીલકુમારો પણ ત્યાં આવી પહોંચ્યા. કુમારની વાત સાંભળી, સૌ હર્ષિત થઈ ગયા, ભીલકુમારે કહ્યું :
“હે આર્ય, આપની આકૃતિ જ કહે છે કે આપ ભગવાનના અવતાર છે. અમારા પલ્લીપતિ, અવશ્ય આપની વાત માનશે અને આપ એમને સારા કરી શકશો.'
ભીલકુમારીની સાથે ધરણા ચાલ્યો. ધરણે કહ્યું : “આપણે જલદી પહોંચવું જોઈએ ને તે માટે કોઈ ઘોડો. ખચ્ચર.. કે એવું કોઈ વાહન જોઈએ.' તરત જ એક ભીલકુમાર જંગલમાં ગયો અને એક ખચ્ચરને પકડી લાવ્યો. ધરણ ખચ્ચર પર બેઠો. આગળ આગળ ભીલકુમારો દોડવા લાગ્યા અને પાછળ પાછળ ધરણનું ખચ્ચર દોડવા લાગ્યું.
ભીલકુમારની સાથે ચાલતા પોતાના સાર્થના કેટલાક પુરુષોને ધરણે બોલાવી લીધા હતા. તેઓ ધરણની પાછળ દોડી રહ્યા હતા. સહુ પલ્લીમાં પહોંચ્યા.
વડના ઝાડ નીચે પલ્લીપતિ કલાસે ન બેઠો હતો. એનું સંપૂર્ણ શરીર લોહીથી ખરડાયેલું હતુંએનું માથું ચિરાઈ ગયું હતું. તેણે ઝાડના થડનો ટેકો લીધો હતો. એની બાજુમાં જ, એની ગર્ભવતી પત્ની બેઠી હતી. તેની આંખોમાંથી અવિરત આંસુ વહી રહ્યાં હતાં.
ભીલપુવાને પલ્લીપતિની પાસે બેસીને, ધરણની વાત કરી. “ખરેખર, આ પરોપકારી મહાપુરુષ છે... ભગવાનનો અવતાર છે, હે નાથ એ આપને બચાવી લેશે.' પલ્લીપતિએ આંખો ખોલી. પૂરી ના ખૂલી., સહેજ ખૂલી... તેણે ધરણને જોયો... એ ઊભો થવા શ્રી સમરાદિત્ય મહાકથા
૮63
For Private And Personal Use Only