________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
I[૧ર૭]
ઉત્તમ પુરુષો ઉપકારીના ઉપકારનો બદલો વાળ્યા વિના રહી શકતા નથી. હેમકુડંલે ધરણને કહ્યું : “મિત્ર, તેં મારા પર કેવો મોટો ઉપકાર કર્યો? મારા પર જ નહીં, ઉજ્જયિનીની રાજકુમારી ઉપર અને એના પતિ વિજયકુમાર ઉપર ઉપકાર કર્યો છે. કહે, હું તારું શું પ્રિય કરું?'
ધરણે કહ્યું : “એક શ્રેષ્ઠ પુરુષને છાજે એવું કાર્ય તેં કર્યું છે. તું શીર્ઘ રવાના થા. રાજકુમાર પાસે જઈ આષધ-પ્રયોગ કરી, તારી ઈચ્છા પૂર્ણ કર.”
હેમકુંડલ, ધરણની નિઃસ્પૃહતા જોઈ અત્યંત પ્રસન્ન થઈ ગયો. તેણે કહ્યું : “આ ઔષધિનો એક ટુકડો તને આપું છું. તારી પાસે રાખજે. ક્યારેક પરોપકારમાં ઉપયોગી બનશે...'
ધરણની ઈચ્છા એ લેવાની ન હતી, પરંતુ જો હું નહીં લઉ તો આ વિદ્યાધરકુમારને દુઃખ થશે.” એમ સમજીને એણે એ ષધિનો ટુકડો લઈ લીધો. બંને મિત્રો ભેટ્યા. છે. હેમકુંડલ આકાશમાર્ગે ચાલ્યો ગયો. ધરણ પોતાના સાથે સાથે આગળ વધ્યો.
૦ ૦ ૦ કેટલાક દિવસો સુધી, કોઈ જ વિપ્ન વિના ધરણનો સાથે ચાલતો રહ્યો. એક દિવસ સાથે એક પર્વતની તળેટીમાં જઈ પહોંચ્યો. પર્વત પરથી વહેતી એક નદી તળેટી પાસેથી પસાર થતી હતી. નદીનો કિનારો રમણીય હતો. અનેક પ્રકારનાં વૃક્ષોથી કિનારો છવાયેલો હતો.
ધરણે એ પ્રદેશમાં સાર્થનો પડાવ નાખ્યો. સાર્થના માણસો ભોજન-પાણીની તૈયારી કરવા લાગ્યા. લક્ષ્મી એ બધા માણસ પર ધ્યાન રાખતી, ફરવા લાગી, ઘરણ નદીકિનારા તરફ ફરવા માટે ગયો. ફરતાં ફરતાં એણે એક ભીલ યુવકને જોયો. તેનું શરીર મેઘ જેવું શ્યામ હતું. તેણે પોતાના લાંબા વાળની જટા બાંધી હતી. જટા પર વેલ વીંટાળી હતી. શરીર પર વલ્કલ પહેર્યા હતાં અને એના હાથમાં ધનુષ્ય-બાણ હતાં. એની આસપાસ દસ-બાર શિકારી કૂતરા ઊભા હતા.. આશ્ચર્ય તો એ હતું કે એ ભીલકુવક રડી રહ્યો હતો. સ્વાભાવિક રીતે વનવાસી ભીલો કષ્ટોને સહનારા અને હમેશાં આનંદી સ્વભાવના હોય છે.
ધરણે ભલયુવક સામે જોયું. ભીલ યુવકે ધરણ સામે જોયું. ધરણે સંકેત કરી ભીલયુવકને પોતાની પાસે બોલાવ્યો. “અરે વનવાસી, તું કેમ રડે છે?”
ભાગ-૨ જ ભવ છઠ્ઠઠો
૮૨
For Private And Personal Use Only