________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
‘રાજમાતા યશોધરાનું મૃત્યુ થયું-' સમાચાર વાયુવેગે નગરમાં ફેલાઈ ગયા. હાહાકાર વર્તાઈ ગયો સર્વત્ર. હજુ રાજાની ચિતા ઠરી ન હતી... ત્યાં રાજમાતાનું મૃત્યુ થઈ ગયું...! બાળરાજા ગુણધર મૂઢ થઈ ગયો. તે રાજામાતાના મૃતદેહને વળગી પડ્યો... કરુણ કલ્પાંત કરવા લાગ્યો. રાણી નયનાવલી પાસે આવીને બેઠી. તેણે બાળરાજાને શાન્ત કરવાનો પ્રયત્ન કરવા માંડ્યો. આશ્વાસન આપવા માંડ્યું... પણ બધું વ્યર્થ. બાળરાજાને નયનાવલી પ્રત્યે કોઈ મમત્વ ન હતું. જેમના ઉપર મમત્વ હતું, વિશ્વાસ હતો, પ્રેમ હતો, એ પિતા અને દાદી-એક જ દિવસે મોતના શિકાર બની ગયાં હતાં.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મંત્રીમંડળ સાથે મહામંત્રી ઉપસ્થિત થઈ ગયા. દરેકની આંખોમાંથી આંસુ વરસી રહ્યાં. રાજમાતા યશોધરા પ્રત્યે સહુનાં હૃદયમાં આદર હતો, માન હતું, ગૌરવ હતું.
મહામંત્રી બાળરાજા પાસે બેસી ગયા. બાળરાજા ચોધાર આંસુ સારી રહ્યા હતા. ધીરે ધીરે મહામંત્રીએ સાન્તવના આપવા માંડી. મૃતદેહથી એમને દૂર કરવા માંડ્યાં.
મહામંત્રીએ અન્ય મંત્રીઓને કહ્યું : ‘હું મહારાજાની પાસે રહીશ. કદાચ રાત્રે એમની પાસે જ સૂઈ જઈશ. તમે રાજમાતાનો અત્યારે રાત્રિના બીજા પ્રહરમાં અગ્નિસંસ્કાર કરી દો.’
નયનાવલીને મહામંત્રીએ સમજાવી દીધી : ‘થોડા દિવસ મહારાજની સાથે હું રાજમહેલમાં રહીશ. એમની સાથે જ જમવાનું અને સૂવાનું રાખીશ. એમને મારે ખૂબ જ સાંત્વના આપવી પડશે.' નયનાવલી માની ગઈ, એટલું જ નહીં, જેટલા દિવસ મહામંત્રી રાજમહેલમાં રહ્યાં, એટલા દિવસ તે પેલા એના પ્રેમી કૂબડાથી પણ દૂર રહી.
મહામંત્રીએ બાળરાજાને સાંત્વના તો આપી, સાથે સાથે સમગ્ર રાજ્યવ્યવસ્થા સમજાવી. રાજસભાનું સંચાલન-કાર્ય સમજાવ્યું. રાજાના વ્યવહારો સમજાવ્યા. કોણ શત્રુ છે ને કોણ મિત્ર છે, એની ઓળખાણ આપી. કોના પર વિશ્વાસ મૂકવો, કોના પર નહીં, એ સમજાવ્યું. એક મહિનો મહામંત્રી સતત બાળરાજા સાથે રહ્યા. જ્યારે બાળરાજા સંપૂર્ણ સ્વસ્થ થયા, ત્યારે પોતાની બે પ્રૌઢ, ચતુર અને પ્રિયભાષી પરિચારિકાઓ બાળરાજાની દેખભાળ માટે મૂકી, પોતે પોતાના ઘેર આવી ગયા.
મારી માતાનું મૃત્યુ થયું.
કરા
તે ‘ધાન્યપૂરક’ નામના ગામમાં કૂતરા રૂપે જન્મી,
એ કૂતરો દેખાવમાં સુંદર હતો. દોડવામાં પવનને પણ પાછો પાડી દે તેવો હતો. એ ગામના માણસોએ એ કૂતરો બાળરાજા ગુણધરને ભેટ આપ્યો.
For Private And Personal Use Only
ભાગ-૨ * ભવ ચોથો