________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લાગી. જમીન પર માથાં પછાડવા લાગી.. “કોણે મારા પુત્રને વિષ આપ્યું? મહામંત્રી શોધી કાઢો એ દુષ્ટને, હું એને શૂળી પર ચઢાવીશ.. મારા લાલને મારી પાસેથી પડાવી લેનારને હું ઘાણીમાં પીસી નાખીશ.' મારી માતા મારા મૃતદેહને છોડતી જ ન હતી. મહામંત્રીએ માતાને ખૂબ સમજાવી. માતા માનવા જ તૈયાર ન હતી. રાજમહેલના પ્રાંગણમાં હજારો સ્ત્રી-પુરુષો રોતાં ને કકળતા ઊભાં હતાં. રાજકુમાર ગુણધર મારા મૃતદેહની પાસે જ ઊભો હતો. રડી-રડીને એની આંખો સૂઝી ગઈ હતી. તેનું મુખ પ્લાન થઈ ગયું હતું. એ પણ માતાની જેમ એ જ વિચારતો હતો.
મારા પિતાને કોણે ઝેર આપ્યું હશે? આ રાજમહેલમાં કે આ નગરમાં એમનો કોઈ શત્રુ નથી, દુશ્મન નથી.. તે મુંઝાતો હતો, અકળાતો હતો...
નયનાવલી... મારા પગ પાસે ભીંતના ટેકે ઢગલો થઈને પડી હતી. તેને પરમ સંતોષ થઈ ગયો હતો... શોક... આજંદ... સંતાપ-આ બધું માત્ર એક અભિનય હતો. તે મૌન થઈ, આંખો મીંચીને પડી હતી. મારી માતા અત્યંત વ્યથિત હતી.
મંત્રીમંડળ ભેગું થયું. મારી માતાને અતિ.. અતિ વિનંતી કરી. પરિસ્થિતિ સમજાવી... માંડ માંડ મારો મૃતદેહ માતા પાસેથી છોડાવ્યો. અને મારી સ્મશાનયાત્રા નીકળી... નયનાવલીના નાટકનો હવે અંતિમ ભાગ હતો.. રોતી... કકળતી.... વિલાપ કરતી તે સ્મશાનમાં આવી. એણે જીદ પકડી.. હું પણ મહારાજાની સાથે જ ચિતામાં પડીને બળી મરશ... પહેલેથી જ એ બોલવા માંડી. મહામંત્રીએ મહેલની દાસીઓને સાવધાની રાખી હતી. રાણી ચિતામાં કૂદી પડવાનું સાહસ ન કરી બેસે, એ માટે દાસીઓ રાણીને ઘેરીને જ ઊભી હતી.
જ્યારે મારી ચિતા સળગી.. ભડભડ જવાળાઓ આકાશમાં જવા લાગી... ત્યારે નયનાવલી એ અભુત અભિનય કર્યો... દાસીઓનો ઘેરો તોડીને.. તે ચિતા તરફ ધસી ગઈ. એના બંને હાથ પકડી રાખનાર દાસીઓ એની પાછળ ઢસડાઈ ગઈ.. પરંતુ રાણી ચિતામાં કૂદી પડે એ પૂર્વે, દાસીઓ એને આગળથી અને પાછળથી વળગી પડી.... રાણીનું જોશ ઘટી ગયું. તે રુદન કરતી બોલવા લાગી : “હવે મારે જીવીને શું કરવું છે? હું મહારાજા વિના કેવી રીતે જીવી શકીશ? નહીં જીવી શકું...” નગરમાં નયનાવલીના પતિપ્રેમની પ્રશંસા થઈ..!
પરંતુ, જ્યારે રાજપુરુષો, નયનાવલી, રાજા ગુણધર... બધાં સ્મશાનેથી મહેલમાં આવ્યાં... ત્યારે મારી માતા યશોધરા અંતિમ શ્વાસોચ્છવાસ લેતી હતી. એના દુર્ગાનનો પાર ન હતો. મારા ઉપર એનો પ્રગાઢ મોહ હતો. એ પુત્રમોહ, પુત્રવિરહમાં એને બેસુમાર પીડા આપી રહ્યો હતો. પુત્રના મોહે, જીવનના મોહને છિન્નભિન્ન કરી દીધો હતો.
સંધ્યા સમયે મારી માતાએ અંતિમ શ્વાસ લીધો.
શ્રી સમરાદિત્ય મહાકથા
996
For Private And Personal Use Only